ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા છે. આજે નીતિન પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને અમદાવાદના સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મહત્વપૂર્ણ બાબત એ છે કે ગઇકાલે અમદાવાદમાં જીએમડીસી ખાતે 900 બેડની નવી કોરોના હોસ્પિટલના ઉદઘાટન વખતે નીતિન પટેલ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે હતા. નીતિન પટેલ ગઇકાલે લગભગ અમિત શાહ સાથે રહ્યા હતા.
પ્રાપ્તિ વિગતો મુજબ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની તબિયત ખરાબ જણાતા તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નીતિન પટેલમાં કોરોના સંક્રમણના પ્રાથમિક લક્ષણો દેખાયા હતા. નાયબ મુખ્યમંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.ં