દેશ માં કોરોના ની સુનામી આવતા સેંકડો લોકો માર્યા ગયા છે અને કોરોના ની હાડમારી સમજી અગાઉ થીજ ઓક્સિજન,ઇન્જેક્શન,દવાઓ,બેડ તેમજ તબીબો ની ભરતી વગરે આયોજન કરાયું હોત તો કદાચ મૃતક આંક ઓછો હોત તેમજ ઇલેક્શન ઉપર ફોક્સ કરવાને બદલે દેશ માં કોરોના ને ખાળવા પગલાં ભરાયા હોત તો આ સ્થિતિ ન હોત આ બાબત હવે ઇન્ટરનેશનલ મીડિયા માં હેડ લાઈન બની રહી છે તેવે સમયે શિવસેનાએ સામનાના તંત્રીલેખમાં કેન્દ્ર સરકાર અને સુપ્રીમ કોર્ટ પર આકરા પ્રહાર કર્યા હતા.
શિવસેનાએ દેશ માં કોરોના મહામારીની અત્યારની પરિસ્થિતિ અંગે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવવા સાથે સુપ્રીમ કોર્ટને પણ સવાલ પૂછ્યા છે. સામનામાં લખ્યું છે કે શું સુપ્રીમ કોર્ટને હવે છેક ખબર પડી કે કોરોના મહામારીની પરિસ્થિતિ કેવું ગંભીર રૂપ ધારણ કરીને બેઠી છે? જો સુપ્રીમ કોર્ટ નેતાઓની રેલીઓ, પ્રધાનમંત્રી, ગૃહમંત્રીના રોડ શો અને હરિદ્વારના કુંભ અંગે સાચા સમયે જો ધ્યાન આપ્યું હોત તો પરિસ્થિતિ આટલી ગંભીર ન બની હોત.
ભાજપ અને કેન્દ્ર પર નિશાન સાધતાં શિવસેનાએ લખ્યું હતું કે ‘મોદી અને તેમની સાથે કાર્યરત લોકોને દેશને સ્વર્ગ જેવું બનાવવું હતું, જેના માટે તો વોટ માગતા ફરતા હતા, પરંતુ અત્યારની સ્થિતિને જોતાં દેશ કબ્રસ્તાન અને સ્મશાન બનવી દીધું છે. ક્યાંક સામુદાયિક ચિતાઓ પ્રગટી રહી છે, તો ક્યાંક હોસ્પિટલો પોતે દર્દીઓ સાથે આગમાં ભશ્મ થઈ રહી છે. સારા દિવસો, સ્વર્ગ તો દૂર-દૂર સુધી નથી દેખાઈ રહ્યું, પરંતુ નરક આવું જ હોય ને? આ પ્રકારનો સવાલ દેશની અત્યારની પરિસ્થિતિને જોઈને ઉદ્ભવે છે.’
શિવસેનાએ તંત્રીલેખમાં જણાવ્યું હતું કે કોરોનાના દર્દીઓને ઓક્સિજન મળી રહ્યો નથી. આની પર ટિપ્પણી કરવા જઈએ તો ઠેર-ઠેર હોસ્પિટલોમાં આગ લાગવાથી દર્દીઓના જીવતા-જીવ અગ્નિમાં હોમાઈ રહ્યા છે. આ તેમના માટે ચિતા સમાન જ તો છે. દેશમાં આ પ્રકારે ખરાબ પરિસ્થિતિ ઉત્પન્ન થતાં કેન્દ્ર, સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટ આ અંગે શું કહે છે, એમાં ધ્યાન આપવાની જરૂર નથી.
સુપ્રીમ કોર્ટ પર સવાલ ઉઠાવતાં શિવસેનાએ લખ્યું હતું કે ‘કોરોના એક રાષ્ટ્રીય સમસ્યા છે. આનીવિરુદ્ધ લડાઈ લડવા માટે કેન્દ્રએ કેવા પ્રકારે અને કઈ યોજના બનાવી છે એ સવાલનો જવાબ છેક આજે સુપ્રીમ કોર્ટ માગી રહ્યું છે. દેશની ગંભીર પરિસ્થિતિની નોટિસ સુપ્રીમ કોર્ટે સ્વયં લીધી છે. આ ખુશીની વાત જરૂર છે, પરંતુ જો પશ્ચિમ બંગાળમાં પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીના રોડ શો, હરિદ્વારમાં ધાર્મિક મેળાઓ પર નોટિસ જો સમયસર પાઠવી હોત તો અત્યારે આટલી બધી ખરાબ પરિસ્થિતિ ઉત્પન્ન ન થઈ હોત. લોકોને રસ્તા પર આમ તરફડિયાં મારીને મોતનો સામનો ન કરવો પડ્યો હોત.’
આમ હવે દેશ માં પ્રસરેલી મહામારી અંગે અખબાર અને જનતા માં સવાલો ઉઠ્યા છે.