ભારતમાં કોરોના વાયરસ સંક્રમણના રેકોર્ડ મામલા નોંધાઈ રહ્યા છે. ઓક્સિજનની કિલ્લતને લઈને દર્દીઓના મોત પણ થઈ રહ્યા છે. પરંતુ આ ભયાવહ દોરમાં કેટલાક લોકો ખોટી ખબરો ફેલાવવાથી તંગ નથી આવતા. દેશમાં જેટલી ઝડપથી કોરોનાના કેસ વધી રહ્યા છે તેનાથી વધારે ઝડપી અફવાઓ ફેલાવાઈ રહી છે. હાલમાં મહિલાઓ વેક્સિન લેવી કેટલી યોગ્ય તેને લઈને પણ સોશ્યલ મીડિયામાં કેટલીક વાતો ફેલાઈ રહી છે.સોશ્યલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે પીરિયડના પાંચ દિવસ પહેલા અને પાંચ દિવસ પછી સુધી મહિલાઓએ કોવિડ19 વેક્સિન ન લગાવો. આવા મેસેજ એવા સમયે ફેલાવાઈ રહ્યા છે જ્યારે દેશના વધુને વધુ લોકોને વેક્સિનેશન માટે સરકાર પ્રયાસ કરી રહી છે.વાયરલ મેસેજમાં કહેવાઈ રહ્યું છે કે 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રસીકરણ અભિયાન ચાલુ કરવામાં આવી રહ્યું છે. છોકરીઓ માટે આ ખૂબજ મહત્ત્વપૂર્ણ છે કે તેઓ પીરિયડને ધ્યાનમાં રાખીને કોરોના વેક્સિન લગાવે. સોશ્યલ મીડિયા પર વાયરલ આ મેસેજમાં અપિલ કરવામાં આવી છે કે, પીરિયડથી પાંચ દિવસ પહેલા અને પાંચ દિવસ પછી વેક્સિન ન લે. કારણ કે આ સમય દરમિયાન ઇમ્યુનિટી ખૂબ ઓછી થઈ જતી હોય છે. પીઆઈબી ફેક્ટચેકે બતાવ્યું કે આ મેસેજમાં કરવામાં આવેલો દાવો ભ્રામક અને ખોટો છે. પીઆઈબીએ લોકોને અપીલ કરી છે કે તે અફવાઓ પર ધ્યાન ન આપે. સાથે જ કહ્યું છે કે 18 વર્ષથી વધારે ઉંમરના લોકો માટે 1 મેથી રસીકરણ અભિયાન ચાલુ થઈ રહ્યું છે. 28 એપ્રિલથી એના માટે કોવિન પોર્ટલ પર રજીસ્ટ્રેશન ચાલુ થઈ જશે. જે વ્યક્તિ 18 વર્ષથી વધુ ઉંમરના છે તેઓ જરૂર વેક્સિન લગાવે. ભારતમાં 16 જાન્યુઆરી 2021થી વેક્સિનેશન ચાલુ થયું છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંક મુજબ ભારતમાં કોરોના દ્વારા અત્યાર સુધીમાં 13 કરોડ 83 લાખ 67 હજાર 997 લોકોને રસી આપવામાં આવી છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 1 કરોડ 40 લાખ લોકોને રસી આપવામાં આવી છે. તે પછી રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, મધ્યપ્રદેશ અને કેરળ આવે છે.
