ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહયો છે. રાજ્યમાં પહેલીવાર રેકોર્ડબ્રેક 14 હજારથી વધારે નવા કેસ આવ્યા છે. ગુજરાતમાં 24 એપ્રિલ, 2021ના રોજ પહેલીવાર 14,097 નવા કોરોના કેસ આવ્યા છે અને 152 દર્દીઓના મોત નોંધાયા છે. અમદાવાદવામાં જ 5617 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. રાજ્યમાં 14 097 જેટલા નવા કેસ આવ્યા છે. કોરોના સંક્રમણના કેસમાં દરરોજ સતત વધારો થઈ રહ્યો છે.રાજ્યમાં વેક્સિનેશન ચાલુ છતાં કોરોના સંક્રમણના આંકડા ઘટતા નથી. રાજ્યમાં કોરોનાએ પોતાની રફતાર પકડી રાખી છે. સતત નવા રેકોર્ડો સાથે મોતનો આંક પણ 150થી વધારે થયા છે.
રાજ્યમાં આજે કુલ 169366 લોકોનું રસીકરણ કરવામાં આવ્યુ હતું. રાજ્યમાં આજે કોરોનાના નવા 14097 કેસ નોંધાયા છે. જ્યારે 6479 લોકો આ વાયરસથી સાજા થયા છે. જ્યારે 152 લોકોના આ વાયરસથી મોત થયા છે.
રાજ્યમાં હાલ દર્દીઓની વિગત વિશે વાત કરીએ તો, રાજ્યમાં કુલ 107594 લોકો આ વાયરસથી સંક્રમિત થયા છે. જ્યારે 396 લોકો વેન્ટીલેટર પર છે. જ્યારે સ્ટેબલ કેસ 107198 છે. અત્યાર સુધીમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા 367972 છે. જ્યારે 6171 લોકો આ વાયરસ સામે જંગ હારી ગયા છે.