મહેસાણા જિલ્લામાં કોરોના કહેર સતત વધતો રહ્યો છે જેને કારણે જિલ્લા ના મોટાભાગના તાલુકાઓ સ્વૈચ્છિક લોકડાઉન નો નિર્ણય કરી લીધો છે તેમજ જિલ્લામાં આવેલા તમામ APMC માર્કેટ હાલમાં બંધ કરાય છે ત્યારે આજે એશિયાનું સૌથી મોટું ઊંઝાનું માર્કેટ 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહેસાણા જિલ્લાના ઊંઝામાં આવેલ એશિયાનું સૌથી મોટું માર્કેટ આગામી 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ઊંઝા માં સતત કોરોના ના કેસો વધી રહ્યા છે જેને લઈને બહાર થી ઊંઝા માર્કેટ માં આવતા લોકો એકત્રિત ના થાય અને કોરોના સંક્રમણ માં વધારો ના થાય એ માટે APMC માર્કેટ 30 એપ્રિલ સુધી બંધ રહેશે. આજ રોજ ઊંઝા વહેપારી મંડળ અને ઊંઝા માર્કેટયાર્ડ વેપારી એસોસિએશન તેમજ બજાર સમિતિ ઊંઝા ના ચેરમેન દિનેશભાઇ પટેલ તેમજ સંસ્થા ના ડીરેક્ટર ની મિટિંગ મળી હતી જેમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે જેમાં કોરોના કેસો માં વધારો થઈ રહ્યો છે જેને રોકવા એશિયા નું સૌથી મોટું માર્કેટ 30 એપ્રિલ સુધી તમામ કામકાજ બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે.
