દેશ માં કોરોના બરાબર નો વકર્યો છે અને બીજી લહેર માં યુવાઓ 21થી 40 વર્ષની ઉંમરના 40 ટકા યુવા વર્ગ ભોગ બન્યા છે. પહેલી લહેરમાં આ આંકડો 31 ટકા હતો. મૃત્યુના કિસ્સા પણ યુવાઓમાં નોંધાઇ રહ્યા છે.
બીજી તરફ પહેલા વેવ કરતા બીજા વેવમાં 51થી 70 વર્ષની ઉંમરના સંક્રમિત લોકોમાં ઘટાડો થયો છે. પહેલા વેવમાં આ આંકડો 36 ટકા હતો જ્યારે બીજા વેવમાં 27 ટકા વૃદ્ધો જ સંક્રમિત થયા છે. 10 વર્ષ સુધીના 2.3 ટકા બાળકોને પણ કોરોના થયો છે. ડોકટરોનું કહેવું છે કે, બેદરકારીના કારણે યુવાઓમાં ચેપનું પ્રમાણ વધ્યું છે.
હાલમાં જે દર્દીઓ પોઝિટિવ આવે છે તેમાંથી અંદાજે 50 થી 60 ટકા દર્દીઓ યુવા છે જેમાંથી અડધોઅડધ દર્દીઓ ઓકિસજન કે વેન્ટિલેટર પર સારવાર લેવી પડે છે. યુવાઓમાં ફિટનેસ વધુ હોવા છતાં તેમને કોરોના થઇ રહ્યો છે અને તેમના શરીરમાં પણ વાઈરલ લોડ ઉંમરલાયક વ્યકિતના શરીરમાં ફેલાય છે તેટલી જ ગતિએ અને તેવી જ રીતે ફેલાતા હવે યુવાનો એ પણ ખુબજ સાવચેતી રાખવી પડે તેવી સ્થિતિ છે.
પાલિકા ના નોધાયેલા આંકડા ઉપર થી આ તફાવત સ્પષ્ટ થઈ રહ્યો હોવાનુ મીડિયા રિપોર્ટ્સ માં સામે આવ્યું છે.
