ગુજરાતમાં કોરોના એ હાહાકાર મચાવી દીધો છે અને સેંકડો લોકો મરી રહ્યા છે હાલ માં મેડિકલ કટોકટી જેવી સ્થિતિ ઉભી થઇ છે અને રાજ્ય માં હોસ્પિટલમાં બેડથી લઈને ઓક્સિજન અને દવાઓની અછત ની બૂમો પડતા સિસ્ટમ જ પડી ભાંગતા આખરે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાત માં દોડી આવ્યા છેઅને ગુજરાતની સ્થિતિ અંગે મુખ્યમંત્રી સહિત મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં અધિકારીઓને જવાબદાર ગણી બરાબર ના તતડાવ્યા હતા પણ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની જોડી ના વખાણ કરી કામગીરી બિરદાવી હતી.
ગુજરાતમાં કોરોના બેકાબુ બનતા અને સરકાર તમામ તબક્કે નિષ્ફળ સાબિત થતા આખરે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તાત્કાલિક ગુજરાતમાં આવ્યા હતા અને ઉચ્ચ અધિકારીઓ અને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની સાથે હાઇલેવલ બેઠક બોલાવી હતી. આ બેઠકમા દર્દીઓને પડતી હાલાકીથી અમિત શાહ ખુબ નારાજગી વ્યકત કરી છે.આ બેઠકમાં તેમણે ઉચ્ચ અધિકારીઓની ઝાટકણી કાઢી હોવાનું પણ જાણવા મળ્યું છે.
રાજ્યમાં વધતા જતા કોરોનાના કેસોની સાથે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિના મામલે એક કલાકથી પણ વધારે લાંબી ચાલેલી બેઠકમાં તેમણે અધિકારીઓની ઝાટકણી કાઢતા કહ્યું કે, હોસ્પિટલમાં દર્દીઓની લાઇનો લાગી રહી છે. તેમના સુધી દવા અને સારવાર કયા કારણથી નથી પહોંચી રહી. દાખલ થવા માટે લોકો દિવસો સુધી ઉભા રહે છે. વ્યવસ્થા કેમ પુરી પાડવામાં નથી આવી રહી. તે મુદ્દે અધિકારીઓને આડે હાથ લીધા હતા. દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા વેઈટિંગ સમય ઘટાડવા માટે પણ તેમણે તાકીદ કરી હતી.
આમ હવે સરકાર ના કહ્યા માં નહિ રહેનાર અધિકારીઓ ને તેમની ફરજ નિભાવવા તાકીદ કરી હતી.