ભારતમાં કોરોના મહામારીની બીજી લહેર જીવલેણ બની ગઇ છે. તેમાંય ચૂંટણી પછી સમગ્ર ભારતમાં કોરોના મહામારી વધી અને ભયંકર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. હાલ પશ્ચિમ બંગાળમાં એક તરફ વિધાનસભાની ચુંટણી યોજાઇ રહી છે ત્યારે રાજ્યમાં કોરોના સંક્રમણ પણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, ચુટણી દરમિયાન કોરોનાનાં કેસમાં રેકોર્ડ કેસ નોંધાઇ રહ્યા છે, તેમાં પણ પાટનગર કોલકાત્તાની સ્થિતી તો સૌથી ખરાબ છે, અહીં કોરોના આરટી-પીસીઆર ટેસ્ટ કરાવી રહેલો દરેક બેમાંથી એક વ્યક્તિ પોઝિટિવ આવી રહ્યો છે.
અન્ય શહેરોમાં પોઝિટિવીટી રેટ 24 ટકાની આસપાસ
કોલકત્તાનાં અને તેની આસપાસમનાં વિસ્તારોની લેબ્સ કે જે કોરોના ટેસ્ટ કરી રહી છે, તેમન ટેસ્ટમાં 45-55 ટકા પોઝિટિવીટી રેટ મળી રહ્યો છે, ત્યાં જ રાજ્યનાં અન્ય શહેરોમાં આ સ્તર 24 ટકાની આસપાસ છે, એક મહિના પહેલા તે માત્ર 5 ટકા જ હતો.
અન્ય એક હોસ્પિટલનાં ચેરમેનએ જણાવ્યું કે અમારી લેબમાં પોઝિટિવીટી રેટ વધીને 50 ટકા સુધી પહોંચી ગયો છે, અને ટેસ્ટિગનાં સેમ્પલ અંગેનું દબાણ પણ ઘણું છે, પરંતું તે સારૂ છે કે હવે લોકો ટેસ્ટિગ કરાવવા માટે આગળ આવી રહ્યા છે.