ભારતમાં કોરોના વાયરસની મહામારી ઘાતક બની ગઇ છે. સરકારે 18 વર્ષથી વધુ વયના તમામ નાગરિકોને મફતમાં કોરોના વેક્સીન મૂકવાનો નિર્ણય લીધો છે. પરંતુ કેટલાક ધનવાન ભારતીયોને ભારતની કોરોના વેક્સીન પર જ વિશ્વાસ નથી. તેમને વિદેશી કંપનીની કોરોના વેક્સીન પર વધારે વિશ્વાસ હોય તેવુ દેખાઇ રહ્યુ છે. કારણ કે કેટલાંક ધનવાન ભારતીયો લાખો રૂપિયા ખર્ચને માત્ર કોરોના વેક્સીન મૂકવવા માટે દુબઇ અને બ્રિટન સુધીનો ધક્કો ખાઇ રહ્યા છે.
ભારતના ધનપતિઓ તો કોરોનાથી બચવા લખલૂંટ ખર્ચ કરીને પણ વેક્સિન લગાવી રહ્યા છે, અને તે માટે તે છેક દુબઇ જઇ રહ્યા છે, આ માલેતુજારો ચાર્ટર્ડ પ્લેનમાં બેસીને દુબઇ પહોંચી રહ્યા છે, અને તે માટે તે 55 લાખ રૂપિયા જેટલો ખર્ચ કરી રહ્યા છે, ત્યાં ફાઇઝરની વેક્સિન લગાવવામાં આવી રહી છે, જ્યારે યુએઇમાં એસ્ટ્રાજેનેકા અને સાઇનોફાર્મ પણ છે, યુએઇમાં 40 વર્ષ તે તેથી વધુ વયના લોકોને મફતમાં વેક્સિન લગાવવામાં આવી રહી છે. બ્રિટનમાં પણ ભારતીય પ્લેનો પર પ્રતિબંધ લાગે એ પહેલાં 8 કરોડપતિઓ 1 કરોડનો ખર્ચ કરીને બ્રિટન પહોંચ્યા હતા. જેઓએ આ માટે કરોડોનું આંધણ કર્યું છે.
દુબઇમાં રેસિડેન્ટ વીઝાધારકોને વેક્સિન માટે રજીસ્ટર કરવાની મંજુરી
દુબઇનાં રેસિડેન્ટ વીઝા ધરાવતા અમીર ભારતીય કોરોના વેક્સિન લગાવવા માટે દુબઇ તરફ પ્રયાણ કરી રહ્યા છે. આ ટ્રેન્ડ માર્ચથી શરૂ થયે છે, જ્યારે દુબઇએ રેસિડેન્ટ વીઝાધારકોને વેક્સિન માટે રજીસ્ટર કરવા માટેની મંજુરી આપી છે, દુબઇમાં વેક્સિન લગાવી ચુકેલા કેટલાક લોકો અને ચાર્ટર્ડ ઓપરેટર્સનું કહેવું છે કે કેટલાક લોકો વેક્સિન ડોઝ લગાવવા માટે દુબઇમાં જ રહી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો ત્યાં જઇ રહ્યા છે, ફાઇઝરની વેક્સિનનાં બે ડોઝ વચ્ચે ત્રણ સપ્તાહનું અંતર છે, આ અંગે કેટલાક લોકોએ નામ ન આવવાની શરતે આ વાત કરી.
વેક્સીન પાછળ 35 લાખથી 55 લાખનો રૂપિયા
વેક્સિન લગાવવા માટે દુબઇ આવવા-જવાનો ખર્ચ 35 લાખથી 55 લાખ રૂપિયા છે, આ ખર્ચ તેનાથી વધુ પણ થઇ શકે છે, તેમાં ઓપરેટરની પ્રાઇઝ, સીટી ઓફ ઓરિજિન, દુબઇમાં રહેવાનો સમયગાળો, અને નંબર ઓફ પેસેન્જર્સ પર આધાર રાખે છે, સામાન્ય રીતે જે ભારતીયોનો બિઝનેસ દુબઇમાં રજિસ્ટર છે, અને તેમની પાસે રેસિડેન્ટ વીઝા પણ છે, યુએઇ કેટલીક પ્રોફેશનલ કેટેગરીઝમાં પણ રેસિડેન્ટ વીઝા આપી રહ્યું છે.