ગુજરાતમાં કોરોના મહામારી ઘાતક બની રહી ગઇ છે ત્યારે હોસ્પિટલોમાં દાખલ દર્દીઓની સુરક્ષા સામે સતત ચિંતા ઉદભવે તેવી ઘટનાઓ ઘટી રહી છે. સુરતમાં ફરી એકવાર કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. સુરતની ખાનગી કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે મોટી કરુણાંતિકા બનતા રહી ગઈ છે.મોડી રાત્રે આઇસીયું વોર્ડમાં આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી.
આ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓના જીવ ટાળવે ચોંટી ગયા હતા.ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોંચેલી ફાયરની ટીમ અને હોસ્પિટલ સ્ટાફે તાત્કાલિક હોસ્પિટલમાંથી દાખલ કોવિડના દર્દીઓને નવી સીવિલ,સ્મીમેર અને અન્ય ખાનગી હોસ્પિટલ ખાતે રીફર કરવાની ફરજ પડી હતી.જ્યાં ચાર દર્દીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.ઘટનાના પગલે પાલિકા કમિશ્નર, સુરત મેયર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પોહચી ગયા હતા અને રીફર કરાયેલા દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે પ્રાથમિકતા આપવામાં આવી હતી.
સુરતના લાલ દરવાજા ખાતે આવેલ કોમ્પ્લેક્ષના પાંચમા માળે આયુષ હોસ્પિટલમાં મોડી રાત્રે આઇસીયુ વોર્ડમાં અચાનક આગ ફાટી નીકળી હતી.આઇસીયું વોર્ડમાં આવેલ એસીમાં શોર્ટ સર્કિટ બાદ લાગેલી આગના કારણે રીતસર નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી.હોસ્પિટલમાં આગ લાગતા સૌ કોઈ લોકોના જીવ પણ ટાળવે ચોંટી ગયા હતા.ઘટનાની જાણ હોસ્પિટલ દ્વારા તાત્કાલિક સુરત ફાયર વિભાગને કરવામાં આવી હતી.જ્યાં ફાયર વિભાગ પોહચે તે પહેલાં જ હોસ્પિટલ સ્ટાફ દ્વારા આઇસીયું વોર્ડમાં દાખલ દર્દીઓને 108 અને અન્ય ખાનગી એમ્બ્યુલન્સ મારફત અન્યત્ર હોસ્પિટલો રીફર કરવામાં આવ્યા.હોસ્પિટલમાં આગ લાગતા સૌ પ્રથમ દર્દીઓનો જીવ બચાવવા ઇમરજન્સી એક્ઝિટ ખૂબ જ ઉપયોગી નીવડી હતી.જે રસ્તા પરથી મોટા ભાગના દર્દીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.ઘટના સ્થળે પોહચેલી ફાયરની ટીમે પણ સંપૂર્ણ કોમ્પેલક્ષ ખાલી કરાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
ફાયર વિભાગની આઠ થી વધુ ગાડીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ પર કાબુ મેળવી બાકી દર્દીઓને પણ રેસ્ક્યુ કર્યા હતા.આગની ઘટનાને લઈ હોસ્પિટલમાં જાણે રીતસર નાસભાગ જોવા મળી હતી.પોલીસ ,ફાયર વિભાગ સહિત મનપાના ઉચ્ચ અધિકારીઓ નો સ્ટાફ ઘટના સ્થળે ઘસી આવ્યો હતો.
આ કોવિડ હોસ્પિટલમાં બનેલી આગની ઘટના માં કેટલાક દર્દીઓને તો ગંભીર હાલતમાં અન્ય હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સ્મીમેર,નવી સિવિલ અને ખાનગી મળી કુલ 17 જેટલા દર્દીઓ અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે.જેમાંથી ચાર દર્દીઓની હાલત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે.ઘટનાના પગલે સુરત મેયર હેમાલી બોઘાવાળા પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને સ્થળ મુલાકાત કરી હતી.
જો કે ઘટનામાં હોસ્પિટલમાં ઇમરજન્સી એકજીતના કારણે મોટી મોટી કરુણાંતિકા બનતા રહી ગઈ હતી. જેના પગલે તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.. જો કે હોસ્પિટલમાં આગ આયુ વોર્ડમાં આવેલા એસીમાં 16 સર્કિટ થવાના કારણે લાગી હોવાનું અનુમાન સુરત ફાયર વિભાગ દ્વારા લગાવવામાં આવ્યું છે. ત્યારે આગ લાગવા પાછળ નું ચોક્કસ કારણ જાણવા અંગેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.