સાઉધ આફ્રિકાની ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડરે રમઝાન મહિનામાં પોતાની પત્ની સાથે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો છે. 26 વર્ષના ક્રિકેટરે 2019માં સાઉથ આફ્રિકા તરફથી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કર્યો હતો.અહેવાલ પ્રમાણે બ્યોર્ન ફોર્ટુઈન નામના આ ક્રિકેટરે પોતાની પત્ની સાથે હવે ઈસ્લામ ધર્મ અપનાવ્યો છે.તેનુ નવુ નામ ઈમાદ છે.સાઉથ આફ્રિકાની ટીમના સ્પિનર અને સાથી ક્રિકેટર તબરેઝ શમ્સીની પત્ની ખાદીજાએ ફોર્ટુઈન અને તેની પત્નીનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કરીને તેમને અભિનંદન આપ્યા છે.
ફોર્ટુઈન ઈસ્લામ સ્વીકારનાર બીજો સાઉથ આફ્રિકન ક્રિકેટર બન્યો છે.આ પહેલા 2011માં ઝડપી બોલર વાયને પાર્નેલે પણ પોતાનો ધર્મ બદલ્યો હતો.ફોર્ટુઈનની કેરિયરની વાત કરવામાં આવે તો 2013માં તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં એન્ટ્રી કરી હતી અને 2019માં સાઉથ આફ્રિકાની ટીમ વતી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પગ મુક્યો હતો.તેણે પોતાની પહેલી ટી 20 મેચ ભારત સામે 2019માં મોહાલીમાં રમી હતી.જયારે તેણે પોતાની પહેલી વન ઈગ્લેન્ડ સામે ગયા વર્ષે રમી હતી. તેણે સાત ટી 20 મેચમાં 6 વિકેટ લીધી છે અને પાંચ ઈનિંગમાં 35 રન બનાવ્યા છે.16 એપ્રિલે તે પાકિસ્તાન સામે ટી 20 મેચ રમ્યો હતો.