ડાયબિટીઝને કન્ટ્રોલ કરવા માટે હેલ્ધી લાઇફસ્ટાઇલ અને સ્વસ્થ ખોરાક ખૂબ જ જરૂરી છે, કારણ કે ડાયબિટીઝના દર્દીઓમાં બ્લડ શુગર ઝડપથી વધે છે, ખાસકરી આ કોરોનાકાળમાં દર્દી ખૂબ જ ભયભીત છે. જોકે હવે ડરવાની જરૂર નથી. શુગર કન્ટ્રોલ કરવાની સામગ્રી તમારા કિચનમાં છુપાયેલી છે. એક શોધ મુજબ કેળાની છાલમાં ફ્લેવોનોયડ્સ નામનું તત્વ મળે છે, જે શુગરને ઝડપથી કન્ટ્રોલ કરે છે.એક શોધમાં કેળાની છાલના એક નહીં પરંતુ ઘણા ફાયદાઓ છે. તેમાં ટ્રીપ્ટોફન (જરૂરી એમિનો એસિડ), વિટામિન-સી, બી6, પોટેશિયમ, મેગ્નીશિયમ, ફ્લેવોનોયડ્ય અને એન્ટી ઓક્સિડન્ટ્સના ગુણ મળે છે, જે અનેક રોગોમાં ફાયદાકારક હોય છે. તેમાં મળતા તત્વ ફ્લેવોનોયડ્ય શુગરના દર્દીઓ માટે વરદાનથી ઓછું નથી. ફ્લેવોનોયોડ્ય બ્લડ શુગરને કન્ટ્રોલ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. આ ઉપરાંત કેળાની છાલમાં ફાઇબર મળે છે, જે વધતા વજનને કન્ટ્રોલ કરવામાં મદદગાર સાબિત થાય છે.કેળા સ્વાસ્થ્ય મમાટે ખૂબ જ ફાયદાકારક હોય છે. જો કોઇને વજન વધારવું હોય, તો તેને બનાના શેક પીવાની સલાહ આપવામા આવે છે. એક શોધમાં ખુલાસો થયો છે કે રોજ 6 કેળા ખાવાથી એક અઠવાડિયામાં 500 ગ્રામ વજન વધી શકે છે. આટલું જ નહીં કેળાના પાંદડા, ફૂલ અને છાલ પણ ખૂબ જ ફાયદાકારક હોય છે.
