નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર ઘાતક બની ગઇ છે અને સરકારે 1લી મે, 2021થી 18 વર્ષથી વધારે વયના તમામ લોકોને કોરોના વેક્સીન મૂકવાની જાહેરાત કરી છે. આ દરમિયાન વેક્સીન બનાવતી કંપનીઓએ નવા જાહેર કર્યા છે જે ઘણા ઉંચા હોવાથી વિવાદ સર્જાયો છે. જો કે કંપનીઓ કોરોના વેક્સીનની કિંમત ઘટાડી શકે છે.
ભારત સરકારે સોમવારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને ભારત બાયોટેકને કોરોના વેક્સીનની કિંમતો ઓછી કરવા કહ્યું છે. સરકારે કહ્યું કે, 1 મેથી સમગ્ર દેશમાં 18 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન લગાવવામાં આવશે માટે કિંમતોમાં ઘટાડો કરે.હાલ ભારતમાં કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની વેક્સિન લગાવવામાં આવી રહી છે. હાલમાં જ કેન્દ્ર સરકાઈ 18 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સિનેશન ડ્રાઇવમાં સામેલ કર્યા છે.
1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો કોરોના વેક્સિન લગાવી ચુક્યા છે. માટે Co-Win પ્લેટફોર્મ અને આરોગ્ય સેતુ એપ પર 28 એપ્રિલથી રજીસ્ટ્રેશનની શરૂઆત થઈ જશે. દેશમાં એવું પહેલી વખત છે જયારે રાજ્ય સરકાર અને પ્રાઇવેટ હોસ્પિટલ પણ સ્વતંત્ર રૂપથી વેક્સિન ખરીદી શકશે, ભારત બાયોટેકની કોવેક્સિન અને સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ છે. બંને રસીના બે-બે ડોઝ લેવાના છે.
સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ 70% પ્રભાવી કહેવામાં આવી રહી છે, પરંતુ આ 90%થી પણ વધુ અસરકારક હોઈ શકે છે. ત્યાં જ ભારત બાયોટેકની કોવેક્સિનને અત્યાર સુધી 78% અને કોરોનાના ગંભીર દર્દીઓ પર 100% અસરકારક જોવા મળી છે. કોવિશીલ્ડ વેક્સિન રાજ્ય સરકારેને 400 રૂપિયા અને પ્રાઇવેટ હોસ્પિટલોને 600 રૂપિયામાં મળશે. આ કિંમત આવતા મહિને એટલે મે થી લાગુ થશે.
ત્યારે બીજી બાજુ કોવેક્સિનની એક ડોઝ રાજ્ય સરકારને 600 અને પ્રાઇવેટ હોસ્પિટલને 1200 રૂપિયામાં મળશે. એ ઉપરાંત કોવેક્સિનને 15થી 20 ડોલર પ્રતિ ડોઝની કિંમત પર એક્સપોર્ટ કરી શકાશે એટલે લગભગ 800 રૂપિયાથી 1500 રૃપિયા પ્રતિ ડોઝ. જો કે બંને વેક્સિનની આ કિંમત 18થી 44 વર્ષના લોકો માટે જ છે.