આઈટી કંપનીઓ મહામારીની બીજી લહેરને લીધે સામે આવેલ આરોગ્યને લગતા પડકારોને પહોચી વળવા માટે કર્મચારીઓને મદદ કરી રહી છે. ઈન્ફોસીસ તરફથી પોતાના કર્મચારીઓને કોરોના સંક્રમિત થતા ૨૧ દિવસની પેઈડ લીવ આપી રહી છે. તો, વિપ્રો અને બીજી આઈટી કંપનીઓ પોતાના કર્મચારીઓનું મફતમાં રસીકરણ કારવી રહી છે.
ઈન્ફોસીસ કંપનીના પુણે અને બેંગ્લોરમાં પોતાના કર્મચારીઓની દેખભાળ માટે કોવિડ કેર સેન્ટર પણ બનાવવામાં આવ્યા છે. પુણે કેન્દ્રનો વહીવટ રૂબી હોસ્પિટલ અને બેંગલુરુ એક મણીપાલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે.આ તમામ આરોગ્ય સેવાઓ કંપની તરફથી આપવામાં આવશે. આ તમામ સુવિધાઓ કર્મચારીઓના ઇન્સ્યોરન્સ કવરેજમાં સામેલ છે.
કમર્ચારીઓને આ આફતના સમયમાં કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે ઈન્ફોસીસ તરફથી અનેક તબીબી સુવિધાઓ આપવામાં આવી રહી છે. કંપનીએ ટેસ્ટીંગ લેબ્સની સાથે પણ કરાર કર્યા છે. આ ઉપરાંત કંપનીના પ્રમુખ શહેરોમાં આપાતકાલીન એમ્બ્યુલન્સ સેવાઓ સાથે પણ સહયોગ કરવામાં આવ્યો છે. ભારતના ૨૪૨ શહેરોમાં ૧૪૯૦ હોસ્પિટલો સાથે ભાગીદારી કરી હતી, જેથી તેમના કર્મચારીઓને અને તેમના પરિવાર માટે સારવાર સરળ બની શકે. કર્મચારીઓને કોરોનાની રસી મળી શકે તે માટે પણ અભિયાન ચલાવવામાં આવવી રહ્યા છે.
તાજેરતમાં આઈટી કંપની વિપ્રો તરફથી પણ કોરોના રસીકરણ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેમાં, બેંગલુરુ ખાતે કર્મચારીઓ માટે ઇલેક્ટ્રોનીક્સ સીટી કેમ્પસમાં રસીકરણ કેન્દ્રનું આયોજન કરવામાં આવ્યું છે જે ડોકટર, પોષણ નિષ્ણાત, હેલ્થ કોચ, વર્ચ્યુઅલ કન્સલ્ટન્સ અને ૨૪x૭ આપાતકાલીન સારવાર નિષ્ણાતની સુવિધા આપે છે.
તો અન્ય એક આઈટી કંપની કૈપજેમિની ઇન્ડિયા પણ પોતાના કર્મચારીઓને કોરોના સંક્રમિત થવા પર તેમને મેડીકલ સુવિધા આપવા માટે તબીબી વીમા સુવિધા પણ આપે છે. જે હેઠળ બીમારીનો ખર્ચ ઉઠાવવાથી માંડીને અન્ય બાબતોને વીમા હેઠળ આવરી લેવામાં આવે છે.