નવી દિલ્હીઃ દેશમાં 1લી મે, 2021થી 18 વર્ષથી ઉપરના તમામ લોકોને કોરોના રસી લાગવાની છે. રસીકરણ માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. લાયક ભારતીય નાગરિકો કોરોના વાઇરસની રસી લેવા માટે સરકારી Co-WIN પોર્ટલ (cowin.gov.in) UMANG App અથવા Aarogya Setu App પર રજિસ્ટ્રેશન કરાવી શકે છે. આજે સાંજે 4 કલાકથી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. આ વચ્ચે રસીકરણ માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયામાં સમસ્યા સામે આવી છે. 4 વાગતા જ Co-Win પોર્ટલમાં સમસ્યા આવી. આરોગ્ય સેતુ અને ઉમંગ એપ્લિકેશનમાં પણ રજિસ્ટ્રેશન નથી થઇ રહ્યું તેવા સમાચાર સામે આવ્યા. જોકે આ પ્લેટફોર્મ પર આવી રહેલી સમસ્યાને તાત્કાલિક નિવારણ લાવવામાં આવ્યું છે.
આરોગ્ય સેતુ એપ્લિકેશનના ઓફિશિયલ ટ્વીટર હેંડલ પરથી ટ્વીટ કરી જાણકારી આપવામાં આવી છે કે હેવ Co-Win પોર્ટલ કામ કરી રહ્યું છે. 4 કલાકે પોર્ટલ પર નાનકડી સમસ્યા આવી હતી, જેને હવે ફિક્સ કરી દેવાઇ છે. 18 વર્ષથી ઉપના લોકો રજિસ્ટ્રેશન કરાવી શકે છે.