ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના સંક્રમણે હાહાકાર મચાવી દીધો છે. આવી સ્થિતિમાં રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધતા રાજ્યની સ્થિતિ વધારે વકરી રહી છે. ગુજરાતમાં કોરોનાના કેસોમાં ક્રમશઃ ઘટાડો નોંધાવા લાગ્યો છે. આમ છતાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના કેસો 14 હજારની ઉપર જ નોંધાયા છે. દૈનિક નોંધાતા આંકડાઓ મુજબ રાજ્યમાં આજે 28 એપ્રિલ, 2021ના રોજ રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં નોંધાયેલા આંકડાની વાત કરીએ તો આજે રાજ્યમાં નવા 14,120 કેસ સામો આવ્યાં છે જ્યારે 8,595 દર્દીઓ સાજા થયા છે તો આજે મોતની સંખ્યા 174 એ પહોંચી છે.
આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,98,824 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યાં છે જ્યારે રાજ્યમાં સાજા થવાનો દર 74.01 થયો છે.
તમને જણાવી દઇએ કે, અમદાવાદમાં 26, જામનગરમાં 25, સુરતમાં 19, રાજકોટમાં 15 જ્યારે વડોદરામાં 16 મોત લોકોના મોત થઇ ચૂક્યાં છે. તો સમગ્ર ગુજરાતમાં આજ દિન સુધીમાં 6 હજાર 830 દર્દીઓના મોત થઇ ચૂક્યાં છે. તો 421 દર્દીઓની હાલમાં વેન્ટીલેટર પર સારવાર ચાલી રહી છે. તો છેલ્લાં 24 કલાકમાં 8 હજાર 595 દર્દીઓ સાજા થયા છે.