કોરોના ની મહામારી એ રાજ્ય માં હાહાકાર મચાવી રાખ્યો છે અને રોજ અનેક લોકો મોત ને ભેટી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારની મળેલી કેબિનેટ બેઠક દરમ્યાન કેટલાક મંત્રીઓ એ બળાપો વ્યક્ત કર્યો હોવાના મીડિયા રીપોર્ટ છે, રાજ્યના અમુક અધિકારીઓએ લીધેલાં નિર્ણયો અને નેતાઓ ને જણાવતા નહિ હોવાથી નારાજ જણાયા હતા. તેમણે આ અધિકારીઓએ ગોઠવેલી સિસ્ટમ પર નારાજગી જાહેર કરી કહ્યું કે, આ અધિકારીઓ અમારા ફોન ઉપાડતા નથી, સાંસદો કે ધારાસભ્યોને જવાબ આપતાં નથી. આવા સંજોગોમાં ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે જનતા અમને પ્રશ્નો કરે છે ત્યારે તેમને આપવા અમારી પાસે જવાબ હોતો નથી.
અમુક અધિકારીઓએ ચલાવેલા અંધેર વહીવટ સામેનો છે. અમને કેટલાક સાથી ધારાસભ્યો અને સાંસદોએ પણ ખૂબ ફરિયાદ કરી છે, પણ પરિણામ શૂન્ય રહ્યું તેથી અમારે કેટલીક વ્યથાઓ ઠાલવવી પડી. દરેક અધિકારીઓ માટે આ ફરિયાદ ન હતી, પરંતુ અમુક અધિકારીઓ માટે અમે નામજોગ રજૂઆતો કરી હતી, કારણ કે તેઓ અમને પણ એવો જવાબ આપતાં હોય છે કે, હાલ મીટિંગમાં છું પછી વાત કરું.
હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજનની સ્થિતિ અંગે મંત્રીઓને પણ જાણકારી હોતી નથી અમુક અધિકારીઓએ જાતે જ નિર્ણયો લઈ પોતાના જિલ્લામાં સરકારી હોસ્પિટલને જ ઓક્સિજન મળશે તેવી જાહેરાત કરી દીધી. ખાનગી હોસ્પિટલો, હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીને ઓક્સિજનની જરૂર પડે તો તેઓ ક્યાંથી વ્યવસ્થા કરે. આ જ બાબત હોસ્પિટલોમાં બેડ મામલે થઈ. અમે મંત્રી હોવા છતાં અધિકારીઓ અમને જાણ કરતા નથી.
સરકારના મંત્રીઓ જાતે જ જિલ્લા હોસ્પિટલોની અથવા મુખ્યાલયની મુલાકાત લઈ ત્યાંની પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા કરશે. જે પ્રકારનાં અવલોકનો સામે આવશે તેનો રિપોર્ટ બનાવીને તેઓ કેબિનેટમાં રજૂઆત પણ કરશે. ઉપરાંત સંક્રમણ વધુ ન ફેલાય તે માટે લેવાતાં પગલાં પર પણ નજર રાખશે.
આમ હવે અધિકારીઓ અને નેતાઓ વચ્ચે સંકલન મામલે મુદ્દો ગરમાયો છે જોકે, કોરોના ની હાલત ખુબજ ગંભીર હોવાથી હાલ આવી સ્થિતિ નું નિર્માણ થયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અમિત શાહે કેટલાક અધિકારીઓ ને તતડાવ્યા હતા તેમાં પણ મંત્રીઓ ની ફરિયાદ નો જ એક ભાગ હોવાનું કહેવાય છે.