રેશનકાર્ડ એક એવુ ડોક્યુમેન્ટ છે જેની મદદથી તમને સરકાર તરફથી મફત રેશન મળે છે. જો આ કાર્ડમાં તમારો ખોટો નંબર અથવા જૂનો નંબર નાંખવામાં આવ્યો છે, તો આ તમારા માટે સમસ્યા ઉભી કરી શકે છે. તેથી, તમારે તુરંત જ તમારા રેશનકાર્ડ પર મોબાઇલ નંબર અપડેટ કરવો જોઈએ. મોબાઇલ નંબર અપડેટ કરવો ખૂબ જ સરળ છે. તમે ઘરે બેઠા આ કામ કરી શકો છો. જો તમારા કાર્ડમાં જૂનો નંબર એન્ટર હશે, તો પછી તમે રેશનને લગતી અપડેટ્સ મેળવી શકશો નહીં. વિભાગ તરફથી મેસેજ દ્વારા કાર્ડ ધારકોને મોકલાય છે.
How to change mobile number in Ration Card
1: તમારે પહેલા આ સાઇટની વિઝિટ લેવી આવશ્યક છે https://nfs.delhi.gov.in/Citizen/UpdateMobileNumber.aspx.
2: એક પેજ તમારી સામે ખુલશે.
3: અહીં તમે Update Your Registered Mobile Number લખેલુ જોશો.
4: હવે તમારે તેની નીચેની કોલમમાં તમારી માહિતી ભરવાની રહેશે.
5: અહીં પ્રથમ કોલમમાં તમારે Aadhar Number of Head of Household/NFS ID લખવો પડશે.
6: બીજા કોલમમાં રેશનકાર્ડ નંબર લખવાનો છે.
7: ત્રીજી કોલમમાં Name of Head of HouseHold લખવાનો છે.
8: છેલ્લી કોલમમાં તમારે તમારો નવો મોબાઇલ નંબર લખવો પડશે.
9: હવે Save પર ક્લિક કરો.
10: હવે તમારો મોબાઇલ નંબર અપડેટ થશે.