કોરોના માં જનતા ના ધંધા રોજગાર અને નોકરીઓ ને અસર થતા જનતા બેહાલ છે ત્યારે ગરીબ-મધ્યમવર્ગીય પરિવારો માટે કેન્દ્ર સરકાર આગળ આવી છે અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ જૂન સુધી રેશનકાર્ડ ધારકોને ફ્રી અનાજ (ઘઉં-ચોખા)નું વિતરણ કરવાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ ગુજરાતના 3.41 કરોડ રેશનધારકોને દર મહિને વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ રેશનકાર્ડની દુકાન દ્વારા મફત વિતરણ કરવામાં આવશે.
ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ગુજરાતના જનરલ મેનેજર અસીમ છાબરાએ ઉપરોક્ત માહિતી આપતા જણાવ્યું કે, કેન્દ્ર સરકારે જાહેર કરેલી આ યોજના હેઠળ ગુજરાતના રેશનકાર્ડધારકો માટે 1200 કરોડના ખર્ચે 1.71 મેટ્રિક ટન અનાજનું વિતરણ કરાશે. વધુમાં રેશનકાર્ડ પર મળતાં અનાજ ઉપરાંત આ વધારાનું 5 કિલોગ્રામ અનાજ અપાશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020માં પણ કોરોના મહામારી દરમિયાન ગરીબ પરિવારોને મદદ કરવાના ઉદ્દેશ્ય સાથે સરકારે ગુજરાત સહિત દેશના 80 કરોડ રેશનકાર્ડ ધારકોને પ્રતિ વ્યક્તિ 5 કિલો અનાજ (ઘઉં-ચોખા)નું વિતરણ કર્યું હતું.
આમ કોરોના કાળ માં જનતા ને મદદ કરવા સરકારે નિર્ણય કર્યો છે.જોકે, બીજી તરફ વાસ્તવિકતા એ છે કે હાલ પેટ્રોલ-ડીઝલ-ગેસ-ખાદ્ય તેલો ના ભાવો મોટાભાગ ની જનતા ને દઝાડી રહયા છે તે માટે સરકાર પગલાં ભરે તે જરૂરી છે કારણકે કાર્ડ ના અનાજ નો દરેક લાભ લઇ શકે તેમ નથી ત્યારે રાહત માટે પગલાં ભરવા માંગ થઈ છે.