નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસની બીબી વેવમાં હાલત સતત બગડી રહી છે. દેશમાં સંક્રમણના કહેર વચ્ચે સારવારની પરિસ્થિતિ સતત કથળી રહી છે. દરરોજ સાડા ત્રણ લાખથી વધારે નવા દર્દીઓ કોરોનાનો ભોગ બની રહ્યા છે. દેશમાં કોરોનાની બીજી લહેરમાં સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે આ વખતે યુવાનો અને નાના બાળકો તેનો વધુ ભોગ બની રહ્યા છે. કોરોના વાયરસની આ બીજી લહેરમાં બાળકો સંક્રમિત થતા હોઈ તેને ધ્યાને રાખીને પ્રથમ વખત આરોગ્ય મંત્રાલયે બાળકો માટે અલગ માર્ગદર્શિકા જારી કરી છે.
કોરોના સંક્રમિત બાળકો માટેની માર્ગદર્શિકા જાહેર
જે બાળકોમાં કોરોના સંર્મણ હોય પરંતુ રોગના કોઈ લક્ષણો દેખાતા નથી(Asymptomatic), એવા બાળકો માટે કોઈ પ્રકારની સારવારની ભલામણ કરવામાં આવી નથી પરંતુ જેમાં સંભવિત લક્ષણો પર નજર રાખવાની વાત કહેવામાં આવી છે. આરોગ્ય મંત્રાલય દ્વારા બે ડોક્યુમેન્ટ જારી કરવામાં આવ્યા છે. જેમાંથી એકમાં બાળકોને હોમઆઈસોલેશનમાં રાખવા માટે રિવાઈઝ્ડ- સુધારેલી માર્ગદર્શિકા અને બાળકોની સારવાર માટે પીડિયાટ્રિક એજ ગ્રુપ એટલે કે મેનેજમેન્ટ પ્રોટોકોલ ની વાત છે.
Protocol for Management of #COVID19 in Paediatric Age Group
Children with moderate #COVID disease may be suffering from pneumonia which may not be clinically apparent
Read @MoHFW_INDIA‘s guidelines https://t.co/0LbQOsiyhR @MinistryWCD pic.twitter.com/vbdmID3bQg
— PIB in Maharashtra 🇮🇳 (@PIBMumbai) April 29, 2021
માઈલ્ડ – હળવા સંક્રમણ માટેની ગાઈડલાઈન
જો બાળકોમાં સંક્રમણના હળવા લક્ષણો હોય જેમ કે ગળામાં ખરાશ અથવા દુખાવો થવો, કફ હોય પરંતુ શ્વાસને લઈને કોઈ મુશ્કેલી નથી તો, બાળકને હોમ આઈસોલેશનમાં રાખો. શરીરમાં પાણીનો અભાવ ન થાય તે માટે વધારેમાં વધારે પાણી પીવડાવો. ખાવામાં પ્રવાહી વસ્તુઓ આપવાનો આગ્રહ રાખો. જો તાવ આવે તો 10થી 15 મિલિગ્રામ પેરાસીટામોલ આપો. જો તમને કોઈ ખતરનાક લક્ષણો દેખાય તો ડોક્ટરનો સંપર્ક કરો.
મોર્ડરેટ અર્થાત મધ્યમ સંક્રમણ
આ કેટેગરીમાં એવા બાળકોને સામેલ કરવામાં આવે છે જેઓનું ઓક્સિજન લેલ ઓછું થાય છે પરંતુ બાળકમાં ન્યુમોનિયાના લક્ષણો નથી. મધ્યમ લક્ષણોવાળા બાળકોને કોવિડ આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરી શકાય છે. આ સમય દરમિયાન, તેમને વધુ પ્રવાહી વસ્તુઓ આપવી પડશે જેથી ડિહાઇડ્રેશન ન થાય. ઉપરાંત, ઓવરહાઈડ્રેશનથી પણ બચાવવાના છે. તાવ માટે પેરાસિટામોલ અને જો બેક્ટેરિયલ સંક્રમણ હોય તો એમોક્સિસિલિન આપી શકાય છે. જો બાળકના શરીરમાં ઓક્સિજન સિચ્યુએશન 94% કરતા ઓછી હોય, તો બાળકને ઓક્સિજન આપવું જોઈએ.
ગંભીર ઈન્ફેક્શન થવા પર આ છે ગાઈડલાઈન
બાળકોને આ સ્ટેજ પર ગંભીર ન્યુમોનિયા, રેસ્પિરેટરીડિસ્ટ્રેસ સિન્ડ્રોમ, શ્વસનતંત્રમાં તકલિફ, મલ્ટિ-ઓર્ગન ડિસફંક્શન સિન્ડ્રોમ (એમઓડીએસ) અને સેપ્ટિક શોક જેવા ગંભીર લક્ષણો જોવા મળી શકે છે. આવા બાળકોને તાત્કાલિક આઈસીયુ અથવા એચડીયુમાં દાખલ કરવાની સલાહ આપવામાં આવી છે. માર્ગદર્શિકામાં આ બાળકોની સંપૂર્ણ બ્લડ કાઉન્ટ, લિવર, રીનલ ફંક્સન ટેસ્ટ અને ચેસ્ટ એક્સ રે કરવાની ભલામણ કરવામાં આવી છે.