નવી દિલ્હીઃ સરકારી તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે. 1લી મેના રોજ ગેસ કંપનીઓએ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી કર્યો. સબ્સિડી વગરના એલપીજી સિલિન્ડરના ભાવમાં આજે કોઈ ફેરફાર નથી થયો. ઉલ્લેખનીય છે કે અગાઉ એપ્રિલ મહિનામાં એલપીજી સિલિન્ડરના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો થયો હતો. જ્યારે ફેબ્રુઆરી અને માર્ચમાં ભાવ વધ્યા હતા.
દિલ્હીમાં એલપીજી સિલિન્ડરના ભાવ 809 રૂપિયા છે. દિલ્હીમાં આ વર્ષે જાન્યુઆરીમાં સિલિન્ડરનો ભાવ 692 રૂપિયા હતો, તે ફેબ્રુઆરીમાં વધી 719 રૂપિયા પ્રતિ સિલિન્ડર કરી દેવામાં આવ્યો. 15 ફેબ્રુઆરીના રોજ ભાવ વધારી 769 રૂપિયા કરી દેવામાં આવ્યો. ત્યારબાદ 25 ફેબ્રુઆરી મહિનામાં સિલન્ડરનો ભાવ 794 રૂપિયા થયા. માર્ચમમાં એલપીજી સિલિન્ડરનો ભાવ 819 રૂપિયા થયો.
જાણો આ વર્ષે અત્યાર સુધીના ભાવમાં શુ ફેરફાર થયા
મહિનો | દિલ્હી | કોલકાતા | મુંબઇ | ચેન્નાઇ |
1 મે | 819 | 845.5 | 819 | 835 |
1 એપ્રિલ | 819 | 845.5 | 819 | 835 |
1 માર્ચ | 819 | 845.5 | 819 | 835 |
15 ફેબ્રુઆરી | 769 | 795.5 | 769 | 785 |
4 ફેબ્રુઆરી | 719 | 745.5 | 719 | 735 |
1 જાન્યુઆરી | 694 | 720.5 | 694 | 710 |