સિડનીઃ ભારતમાં બેકાબૂ કોરોના સંક્રમણ વચ્ચે ઓસ્ટ્રેલિયાએ ભારતથી આવનારા યાત્રિકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સાથે જ નિયમોના ઉલ્લંઘન કરનારાઓને જેલ મોકલવામાં આવશે. દંડ પણ કરવામાં આવશે તેમ કહ્યુ છે.
અધિકારીઓએ કહ્યું કે, સતત વધતા કોરોના કેસ અને વધતી મોતની સંખ્યાને લઈને ભારતીય પર્યટકો અને ભારતમાં રહેતા ઓસ્ટ્રેલિયાના નાગરિકો ઓસ્ટ્રેલિયા પરત ફરવા માંગે છે. પરંતુ ઓસટ્રેલિયાએ પ્રતિબંધ લગાવી દીધા છે.
ઓસ્ટ્રેલિયાની સરકારે 15 મે સુધી ભારતથી આવનારી તમામ ફ્લાઈટને સ્થગિત કરી દીધી છે. ઓસ્ટ્રેલિયાની સરકારે લગાવેલા આ પ્રતિબંધના કારણે કેટલાય નાગરિકો અને ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરો પણ ભારતમાં ફસાયા છે.
ઉલ્લેખનિય છે કે તાજેતરમાં જ ઘણા દેશો પોતાને ત્યાં ભારતીયો કે ભારતમાંથી આવનાર વ્યક્તિઓ પર પ્રતિબંધ મૂક્યો છે. ભારતમાં હાલ કોરોના મહામારીની બીજી લહેર ચાલી રહી છે અને દિવસેને દિવસે નવા કેસોની સંખ્યા અને મૃત્યુઆંક રેકોર્ડ ઉંચાઇએ પહોંચી રહ્યો છે. આ ગંભીરતાને ધ્યાનમાં રાખીને વિવિધ દેશોની સરકારે ભારતીયો વિરુદ્ધ કડક વલણ દાખવી રહી છે.