મુંબઇઃ ટ્રેક્ટર બનાવવાથી લઇને ટેકનોલોજી ક્ષેત્રે કાર્યરત દિગ્ગજ કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ આજે જણાવ્યુ કે, તેમણે મેર કેબ્સ (Meru Cabs)ની બાકીની 56.8 ટકા હિસ્સેદારી ખરીદી લીધી છે. આ સાથે હવે Meru Cabs હવે 100 ટકા હિસ્સેદારી સાથે મહિન્દ્રા ગ્રૂપની સંપૂર્ણ માલિકીની કંપની બની ગઇ છે. કંપનીએ કહ્યુ કે, તેમનો આ નિર્ણય શેર્ડ મોબિલિટી સ્પેસમાં પોતાની સ્થિતિને મજબૂત કરવાની રણનીતિનો એક ભાગ છે. મહિન્દ્રા ગ્રૂપના આ નિર્ણયથી ઓબા અને ઉબરને હવે ટક્કર આપશે.
કંપનીએ પ્રાઇવેટ ઇક્વિટી ઇન્વેસ્ટર્સ ટ્રુ નોર્થ અને અન્યો પાસેથી 76.03 કરોડ રૂપિયામાં મેરુ કેબ્સના પેડઅપ કેપિટલનો 44.14 ટકા હિસ્સો ખરીદ્યો અને 21.63 કરોડ રૂપિયામાં નીરજ ગુપ્તા અને ફરહલ ગુપ્તા પાસેથી 12.66 ટકા હિસ્સેદારી હસ્તગત કરી છે.
કંપનીએ કહ્યુ કે, આ શેર ખરીદીના એગ્રીમેન્ટમાં એવી પણ પરિકલ્પના કરવામાં આવી છે કે પ્રવર્તમાન શેરધારકો પાસે હાલના 30,000 ઓપ્શનલી રિડિમેબલ ઓપ્શનલી કન્વર્ટિબલ નોન- કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર્સ (Optionally Redeemable Optionally Convertible Non-Cumulative Preference Shares (OCRPS) ને 10 રૂપિયાથી વધારે અંતિમ મૂલ્ય પર વટાવી લેવમાં આવશે જેની માટે રાઇટ્સ બેઝ પર એક ફ્રેશ ઇશ્યૂ હેઠળ કુલ 3,00,000 રૂપિયા આપવામાં આવશે.
M&M એ કહ્યુ કે, મેરુમાં નીરજ ગુપ્તા અને ફરહત ગુપ્તાના અધિકારવાળા 12.66 ટકા પેઇડ અપ ઇક્વિટી શેર કેપિટલને ખરીદવા માટે 21.63 કરોડ રૂપિયા આપવામા આવશે જેની માટે શેર પર્ચેઝ એગ્રીમેન્ટ બનાવવામાં આવશે.
કંપનીએ કહ્યુ કે, શેરધારકો પાસેથી મેરુ કેબ્સના શેરના અધિગ્રહણ અને OCRPSને વટાવી લેવા માટે મેરુ કેબ્સના રાઇટ્સ ઇશ્યૂમાં કંપની દ્વારા સબ્સ્રક્રિપ્શન કરવાથી મહિન્દ્રા- મહિન્દ્રાની મેરુ કેબ્સમાં હિસ્સેદારી 43.20 ટકાથી વધીને 100 ટકાએ પહોંચી જશે.