કોરોના સંકટકાળમાં સામાન્ય લોકોનેી આવક ઘટી રહી છે પણ સરકારની તિજોરી છલકાઇ રહી છે. દેશમાં એપ્રિલ મહિનાનો જીએસટી કલેકશન ઈતિહાસમાં સૌથી વધુ 1.14 લાખ કરોડના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે જોવા મળ્યું છે.
નાણામંત્રાલયે જાહેર કરેલ આંકડા અનુસાર એપ્રિલ, 2021માં જીએસટી કલેકશન 1,41,384 કરોડના ઐતિહાસિક સ્તરે હતું. જેમાં CGST 27,837 કરોડ, SGST 35,621 કરોડ અને IGST 68,481 કરોડ રહ્યું છે. IGSTમાં 29,599 કરોડની આયાતનો સમાવેશ થાય છે. આ સિવાય સેસ પેટે સરકારને ગત મહિને 9,445 કરોડની આવક થઈ છે,જેમાંથી 981 ચીજવસ્તુઓની આયાતના છે. આ સિવાય સરકારે IGSTમાંથી રૂ. 29,185 કરોડ CGST પેટે અને રૂ.22,756 કરોડ SGST પેટે સેટલમેન્ટમાં આપ્યા છે.
સામાન્ય અને નક્કી કરેલ સેટલમેન્ટ બાદ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની એપ્રિલ 2021ની આવક અનુક્રમે 57,022 કરોડ અને 58,377 કરોડ રહી છે. માર્ચ, 2021ના આંકડા સાથે સરખાવીએ તો જીએસટી કરવસૂલી ગત મહિને એપ્રિલમાં 14% વધુ રહી છે. રસપ્રદ વાત એ છે કે આ મહિનામાં સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર આવી હતી અને અનેક રાજ્યોએ નાના-મોટા વીકેન્ડ-સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી હતી તેમ છતા કુલ જીએસટી કલેકશન વધ્યું છે અને ઘરેલું વ્યવહારો થકી જીએસટી આવકમાં 21%નો નોંધપાત્ર વધારો થયો છે.