ભારતમાં કોરોના વાયરસની મહામારી દિવસેને દિવસે ભયંકર સ્વરૂપ ધારણ કરી રહી છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખતા ઘણા રાજ્યોએ લોકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં કડક લોકડાઉન લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
દેશની રાજધાનીમાં દિલ્હી સહિત દેશભરમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે, ત્યારે બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકડાઉન એક અઠવાડીયું વધું વધારવાની વાત કરી છે. તેમણે ટ્વિટમાં લખ્યું છે કે રાજધાનીમાં એક અઠવાડિયા સુધી લોકડાઉન વધારવામાં આવ્યું છે. દિલ્હીમાં ત્રીજું અઠવાડીયું લોકડાઉનમાં રહેશે.
આ પહેલા દિલ્હીના સીએમે જણાવ્યું કે વેક્સિનને લઈને અમારી પાસે 4.5 લાખ રસીના ડોઝ આવી ગયા છે. તમામ જિલ્લાઓમાં રસી વહેંચાઈ રહી છે. દિલ્હીમાં સોમવાર સવારે મોટા પ્રમાણમાં રસીકરણનું અભિયાન શરૂ થશે. મારી તમામ લોકોને નમ્ર અપીલ છે કે કોઈપણ નાગરીક વગર રજીસ્ટ્રેશન કે એપોઈટમેન્ટ વગર ના આવે, ત્યારે બીજી તરફ તેમણ ઓક્સિજનને લઈને પણ ચિંતા વ્યક્ત કરી છે. દિલ્હીને એકદિવસમાં 976 ટન ઓક્સિજનની જરૂરિયાત છે, બીજી તરફ અમને 490 ટન ઓક્સિજન મળ્યો છે. શુક્રવારે માત્ર 312 ટન ઓક્સિસજન મળ્યો છે.