દેશ માં કોરોના મહામારી ની ઐસી તૈસી કરી ધરાર ચૂંટણીઓ યોજનાર નેતાઓ માટે આજનો દિવસ ભારે ટેંશન વાળો રહ્યો છે જોકે,રાજકીય પંડિતો ના મતે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી, આસમમાં સર્બાનંદ સોનોવાલ અને કેરળમાં પિનારાઈ વિજયન ફરીથી સરકાર બનાવશે અને પુડ્ડુચેરીમાં પ્રથમ વખત NDAની સરકાર બનવા જઈ રહી છે. તમિલનાડુમાં આ વખતે AIDMK અને BJP ગઠબંધનને ઝટકો લાગ્યો છે. આ વખતે ચૂંટણીમાં અહીં DMKની સરકાર બનવાનું લગભગ નક્કી છે પ્રથમ વખત TMCની સીધી ભાજપ સાથે ટક્કર થઈ છે શરૂઆતના રુઝાનોમાં TMCની જીત લગભગ નક્કી મનાય છે તો મમતા બેનર્જી સતત ત્રીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે. જોકે મમતા હાલ નંદીગ્રામ સીટ પર તેના હરીફ શુભેંદુ અધિકારીથી પાછળ ચાલી રહયા છે. મમતાએ 20 મે 2011ના રોજ પ્રથમ અને 27 મે 2016ના રોજ બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. હાલ ની ચૂંટણી માં જીત થાય તો મમતા એક સપ્તાહની અંદર જ બંગાળમાં નવી સરકાર બનાવી લેશે. મમતાએ કહ્યું GJM, BJPએ ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયનની સાથે મળીને ચૂંટણી લડી છે. આ રીતે CPI(M)એ કોંગ્રેસ સહિત 5 અન્ય પક્ષોની સાથે ગઠબંધન કર્યું હતું.
આમ મમતા બેનર્જી સતત ત્રીજી વાર મુખ્યમંત્રી બનવા આગળ વધતા નજરે પડી રહ્યા છે.
આમ ભારે રસાકસી નો માહોલ જામ્યો છે ત્યારે હવે ચિત્ર સ્પષ્ટ થઈ જશે
