રાજ્ય માં કોરોના બરાબર નો વકર્યો છે અને નેતાઓ પણ ઝપેટમાં લઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ પણ કોરોના સંક્રમિત થઈ ગયા છે. હાર્દિક પટેલે પોતે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી હતી. હાલમાં તે ડોક્ટરની સલાહ પર હોમ આઈસોલેટ થયા છે. હાલમાં ઘરમાં જ તેઓ ની સારવાર શરૂ કરવામાં આવી છે.
કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, હું આજે કોરોના પોઝિટિવ આવ્યો છું. ડોક્ટરની સલાહ અનુસાર ઘરમાં જ મારી સારવાર થઈ રહી છે. તમારા પ્રેમ અને પ્રાર્થનાથી હું જલ્દી જ સાજો થઈ જઈશ.
