અમદાવાદ સિવિલ હોસ્પીટલમાં પહેલેથી જ એ વાતને લઈને ફરિયાદો ઉઠતી રહી છે કે દર્દીઓને હાલાકી પડી રહી છે એમ્બ્યુલન્સને કલાકો સુધી કતારમાં રહેવાનો વારો આવ્યો છે. આ સિવાય ક્યાં કેટલી વ્યવસ્થા છે અને જે તે હોસ્પીટલની શું સ્થિતિ છે તેની માહિતી લોકોને નહોતી મળતી આવા સંજોગોમાં હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો કે તમામ હોસ્પિટલ બહાર ડિસ્પ્લે લગાવવામાં આવે જેમાં એ માહિતી હોવી જોઈએ કે કેટલા બેડ ખાલી છે કેટલા બેડ ફૂલ છે કેટલા આઈસીયુ અને કેટલા ઓક્સીઝ્ન બેડ ફૂલ છે કે ખાલી છે તેની માહિતી જાહેર કરવામાં આવે.બીજી તરફ આ સ્થિતિમાં સિવિલ ૧૨૦૦ બેડ હોસ્પિટલ ખાતે હાઈકોર્ટના આદેશનો અનાદર કરવામાં આવતો હોવાના દર્શ્યો સામે આવ્યા…હતા. ૧૨૦૦ બેડ ઓપીડી બહાર ડિસ્પ્લે તો લગાવવામાં આવી છે પરંતુ તે બંધ હાલતમાં નજરે પડી રહી છે. આ અંગે જયારે સિવિલ સત્તાધીશોને પૂછવામાં આવ્યું ત્યારે એ વાત જણાવી હતી કે મુખ્ય દરવાજા બહાર ડિસ્પ્લે લગાવવામાં આવી છે પરંતુ અહી સવાલ એ છે કે મેડીસીટી કેમ્પસમાં ૧૨૦૦ બેડ યુ એન મહેતા કીડની કેન્સર મંજુશ્રી સહિતના બિલ્ડીંગમાં કોરોનાના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે અને તમામ બિલ્ડીંગની બેડની સ્થિતિ અલગ અલગ છે ત્યારે જે તે બિલ્ડીંગમાં દાખલ થવા આવનારા દર્દીને કેવી રીતે ખ્યાલ આવે કે હાલ શું સ્થિતિ છે. ૧૨૦૦ બેડ ઓપીડી બહાર ડિસ્પ્લે તો મુકવામાં આવી છે પરંતુ તે બંધ હાલતમાં નજરે પડી રહી છે.
