દેશભરમાં જીવલેણ CORONA વાયરસનો કહેર વધ્યો છે. તો કેન્દ્ર સરકારની તરફથી દેશભરમાં લોકડાઉન લગાવી શકાય તેવી શક્યતાઓ છે.જોકે કેન્દ્ર સરકારના અધિકારીઓનું કહેવું છે કે આવો કોઈ પ્લાન નથી, આધિકારીક સૂત્રોના જણાવ્યા મુજબ દેશભરમાં લોકડાઉન લગાવવાનો કેન્દ્ર સરકારનો કોઈ પ્લાન નથી. પરંતુ રાજ્યો અને કેન્દ્ર્ શાસિત પ્રદેશોને જરૂરી કોરોના સંક્રમણને રોકવા માટે સખ્ત નિયમોને વધારવાનું કહેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે દેશભરમાં ઘાતક વાયરસા કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. તેના કારણે ઘણા રાજ્યોની સરકારે લોકોના અવરજવર સખ્ત નિયમો લાદવામાં આવ્યા છે.દેશમાં કોરોનાના વધતા પ્રકોપને કારણે લોકોમાં સતત લૉકડાઉનનો ભય જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયામાં લોકો સતત લૉકડાઉન લાગશે કે નહીં તે અંગે ચર્ચા કરતા જોવા મળી રહ્યાં છે. જોકે કેન્દ્ર સરકારના અધિકારીઓએ કહ્યું કે, હાલ લૉકડાઉનની કોઈ યોજના નથી. લૉકડાઉનની અસર સૌથી વધુ પ્રવાસી મજૂરો અને ગરીબોને થશે, તેથી લૉકડાઉન અંગે હાલ વિચારી રહ્યાં નથી. પરંતુ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કોરોના સંક્રમણ નિયંત્રણમાં લાવવા આકરા પ્રતિબંધ લગાવવા કહેવામા આવ્યું છે.અત્યારસુધી દેશના 10 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં નાઈટ કરફ્યૂ, મિની લૉકડાઉન અને લૉકડાઉન જેવા પ્રતિબંધો લાગુ કરવામા આવી ચૂક્યા છે. આ દરમિયાન કેન્દ્ર સ્વાસ્થ્ય મંત્રાલયે 15 ટકાથી વધુ પોઝિટિવિટી રેટ ધરાવતા જીલ્લાઓમાં લૉકડાઉન લાગુ કરવાની સલાહ આપી હતી. કુંભ મેળામાંથી પરત ફરનારા લોકોને કારણે ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં સંક્રમણ ફેલાવવાની આશંકા વ્યક્ત કરવામા આવી હતી. રવિવારે દેશમાં કોરોનાના 3.62 લાખ નવા કેસ મળ્યા હતા. દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ યથાવત છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 3 લાખ 70 હજાર 88 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે કે 3 હજાર 375 લોકો મોતને ભેટ્યા છે. શનિવારે કુલ 3.92 લાખ કેસ સામે આવ્યા હતા. જ્યારે કે મોતનો આંક 3 હજાર 700ની નજીક પહોંચ્યો હતો. મહારાષ્ટ્રમાં 24 કલાકમાં કોરોનાના નવા 56 હજાર 647 કેસ સામે આવ્યા છે. જ્યારે કે 669 દર્દીઓના મોત થયા છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 47 લાખ 22 હજાર 401 થઇ છે.
બીજી તરફ રાજધાની દિલ્હીમાં કોરોનાના નવા 20 હજાર 394 કેસ સામે આવ્યા છે. જ્યારે કે 407 લોકોના મોત થયા છે. દિલ્હીમાં સંક્રમણ દર ઘટીને 28.33 ટકા થઇ ગયો છે. દિલ્હીમાં સતત બીજા દિવસે 400થી વધુ લોકોના મોત નિપજ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં કોરોના વાયરસે દેશ પર કેર વરસાવ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં દેશમાં કોરોનાના કુલ 26 લાખથી વધુ કેસ નોંધાયા છે. જ્યાકે આ દરમ્યાન કુલ 23 હજાર 800 લોકોના મોત નિપજ્યા છે.દેશમાં કોરોનાના વધતા પ્રકોપને કારણે લોકોમાં સતત લૉકડાઉનનો ભય જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયામાં લોકો સતત લૉકડાઉન લાગશે કે નહીં તે અંગે ચર્ચા કરતા જોવા મળી રહ્યાં છે. જોકે કેન્દ્ર સરકારના અધિકારીઓએ કહ્યું કે, હાલ લૉકડાઉનની કોઈ યોજના નથી. લૉકડાઉનની અસર સૌથી વધુ પ્રવાસી મજૂરો અને ગરીબોને થશે, તેથી લૉકડાઉન અંગે હાલ વિચારી રહ્યાં નથી. પરંતુ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કોરોના સંક્રમણ નિયંત્રણમાં લાવવા આકરા પ્રતિબંધ લગાવવા કહેવામા આવ્યું છે.અત્યારસુધી દેશના 10 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં નાઈટ કરફ્યૂ, મિની લૉકડાઉન અને લૉકડાઉન જેવા પ્રતિબંધો લાગુ કરવામા આવી ચૂક્યા છે. આ દરમિયાન કેન્દ્ર સ્વાસ્થ્ય મંત્રાલયે 15 ટકાથી વધુ પોઝિટિવિટી રેટ ધરાવતા જીલ્લાઓમાં લૉકડાઉન લાગુ કરવાની સલાહ આપી હતી. કુંભ મેળામાંથી પરત ફરનારા લોકોને કારણે ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં સંક્રમણ ફેલાવવાની આશંકા વ્યક્ત કરવામા આવી હતી. રવિવારે દેશમાં કોરોનાના 3.62 લાખ નવા કેસ મળ્યા હતા.