ભારતમાં પાછલા ઘણાં સમયથી 3 લાખથી વધુ કોરોનાના કેસ નોંધાઇ રહ્યાં છે. તેવામાં ગત 24 કલાકમાં રેકોર્ડબ્રેક 4 લાખથી વધુ કેસ નોંધાયા છે. કોવિડ કેસોમાં મોટા પ્રમાણમાં વધારો થવાથી મહારાષ્ટ્ર, દિલ્હી અને ઉત્તર પ્રદેશ જેવા વધુ કેસ વાળા રાજ્યો પર કોરોનાની ચેઇન તોડવા માટે સંપૂર્ણ લોકડાઉન લાદવાનું દબાણ છે. જો કે કેટલાંક વૈજ્ઞાનિકોનું માનવુ છે કે લોકોને સોશિયલ કોન્ટેક્ટ્સથી દૂર રાખવાના બદલે તેમને સેફ કોન્ટેક્ટ રાખવાની સલાહ આપી શકાય. જાણીતા વાઇરોલોજિસ્ટ અને રસી સંશોધનકાર Dr Thekkekara Jacob Johnએ પોતાનો મુદ્દો લોકો અને સરકાર સુધી પહોંચાડવા HIV એનોલોજીનો ઉપયોગ કર્યો.
HIV આવ્યા ત્યારે તમે શું ઇચ્છતા હતાં? શારિરીક સંબંધો જ નહીં કે પછી સુરક્ષિત શારિરીક સંબંધો, કે પછી કોન્ડમ સાથે શારિરીક સંબંધો? ઘણી સમજાવટ બાદ લોકોએ કોન્ડમ સાથે શારિરીક સંબંધો બાંધવાનું પસંદ કર્યુ. તેથી માસ્ક પહેરવુ જ એક ઉપાય છે, લોકડાઉન નહીં. તેમ ડોક્ટર જૉને જણાવ્યું. ત્યાં સુધી કે ગત વર્ષે માર્ચમાં લાદવામાં આવેલા દેશવ્યાપી લોકડાઉનના સમયે પણ તેમને લોકડાઉનનો વિરોધ કર્યો હતો કારણ કે તેમનું માનવુ છે કે સામાજિક સંપર્કની ગેરહાજરી લોકોના માનસિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે કારણ કે માનવી સામાજિક પ્રાણી છે. સ્પુટનિક વી રસીના સલાહકાર મંડળમાં રહેલા વિખ્યાત વાઇરોલોજિસ્ટ પ્રોફેસર વસંતપુરમ રવિ સંમત થાય છે કે સંપૂર્ણ લોકડાઉન કોઈ સમાધાન નથી અને તે અવ્યવહારુ પણ છે.ડોક્ટર રવિ નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઑફ મેંટલ હેલ્થ એન્ડ ન્યુરોસાયંસ (NIMHANS)માં ડીન હતા અને 80 તથા 90ના દશક દરમિયાન HIV વાયરસ ફેલાતા તેમણે મોટાપાયે કામ કર્યુ. લોકોનો વ્યવહાર ન બદલી શકે, HIVના સમયમાં પણ લોકો કોન્ડમ યુઝ કરવા તૈયાર ન હતા, જેવી રીતે આજે તેઓ માસ્ક પહેરવા તૈયાર નથી. તેમણે કહ્યું કે એકમાત્ર રીત લોકોને સુરક્ષિત યૌન સંબંધ બાંધવા વિશે શિક્ષિત કરવાને બદલે યૌન સંબંધ બાંધવાનું કહેવાનુ હતુ.