દેશ કોરોના સંક્રમણની બીજી લહેરની ઝપટમાં છે. સ્વાસ્થ્ય વ્યવસ્થા પર બોજો વધી ગયો છે. દેશમાં દૈનિક કોરોના સંક્રમણના લાખો નવા કેસો સામે આવી રહ્યા છે તેના કારણે હોસ્પિટલોમાં બેડ અને અન્ય તમામ સુવિધાઓની અછત સર્જાઈ છે. લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી એક બીજાની મદદ કરી રહ્યા છે. કોઇને ઓક્જિસનના સિલિન્ડરની જરૂર છે, તો કોઈ જરૂરી દવા શોધી રહ્યો છે. ત્યારે અમે એવી કેટલીક વેબસાઇટ અંગે જણાવીશું, જ્યાં તમને આ પ્રકારની તમામ સુવિધા મળી જશે.
Covid.army
આ વેબસાઇટ પર તમને તમારા શહેરમાં ઓક્સિજન, જરૂરી દવાઓ અને પ્લાઝમા સંબંધિત જાણકારી મળી જશે. ઝડપથી ફેલાતા સંક્રમણ વચ્ચે ઓક્સિજન અને દવાઓની માંગ વધી રહી છે.
Covid19helpindia.in
આ વેબસાઇટ પર તમને દેશના અનેક શહેરોમાં દવાઓ, પ્લાઝમા અને એમ્બ્યુલન્સ સંબંધિત અન્ય જાણકારી મળી જશે. પોર્ટલ પર તમને તમારા શહેરનું નામ નાંખી ચેક કરી શકશો કે ત્યાં કઇ વસ્તુ ઉપલબ્ધ છે.
Covidtools.in
આ વેબસાઇટ પર પણ હોસ્પિટલ, ઓક્સિજન, એમ્બ્યુલન્સ અને દવાઓ સંબંધિત અન્ય જાણકાણી મળી જશે. જુદા જુદા સંગઠનોએ મદદ માટે આ પ્રકારની સેવાઓ શરૂ કરી છે.