મુંબઈમાં કોરોનાની ભયજનક સ્થિતિ વચ્ચે ટ્રાન્સજેન્ડર લોકોની મદદ માટે આગળ આવી રહ્યા છે. અહીં ‘કિન્નક માં સંસ્થા’ સાથે સંકળાયેલા સભ્યો મુંબઈના વિવિધ વિસ્તારોમાં જઈને જરૂરીયાતમંદ લોકો સુધી રાશન પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. કિન્નર માં સંસ્થાના અધ્યક્ષ સલમા ખાન કહે છે કે કોરોનાની બીજી લહેર આવ્યા બાદ અત્યાર સુધી 80 હજારથી વધારે લોકો સુધી રાશન પહોંચાડી ચુક્યા છીએ. સંસ્થા સાથે સંકળાયેલા લોકો દરરોજ એક હજારથી વધારે રાશનના પેકેટની વહેચણી કરી રહ્યા છે. તેઓ લોકોને માસ્ક અને સેનિટાઈઝર પણ પહોંચાડી રહ્યા છે. આ સાથે પોલીસ સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર પણ માસ્ક અને સેનિટાઈઝરની વહેચણી કરી ચુક્યા છે. સંસ્થા સાથે એક લાખથી વધારે ટ્રાન્સજેન્ડર જોડાયેલ છે.સલમા કહે છે કે આ કામ સરકારનું છે, પણ અમે ક્યાં સુધી સરકારના વિશ્વાસ પર બેસી રહેશું. આપણે સૌએ આ જવાબદારી ઉઠાવવી જોઈએ. આ માટે અમે જરૂરિયાતમંદો સુધી ભોજન પહોંચાડવાનું કામ કરી રહ્યા છીએ. અમે મુંબઈના થાણે, નાલાસોપારા, પાલઘર, પુણે અને વસઈમાં પણ રાશન પહોંચાડવામાં આવ્યું છે. અમે સૌથી પહેલા અહીના કિન્નરો માટે આ અભિયાન શરૂ કર્યું હતું, પણ બાદમાં અમે સામાન્ય લોકોની મદદ પણ કરવા લાગ્યા છીએ. અમે મોટાભાગના સ્લમ વિસ્તારોમાં રહેતા લોકો સુધી ભોજન પહોંચાડી રહ્યા છીએ.સલમા કહે છે કે છેલ્લા 10 વર્ષમાં અમે ટ્રાન્સઝેન્ડર લોકો માટે શેલ્ટર હોમની માંગ કરી રહ્યા છે, જોકે કોઈએ અમારી વાત સાંભળી નથી. જો આજે અમારી પાસે એક આશ્રય હોય તો અમે તેમા કોવિડ કેર સેન્ટર ખોલવાની રજૂઆત કરી શકતા હતા.
