ગુજરાતમાં હાલમાં કોવિડના મૃત્યુના ડરથી લોકો ફફડી રહ્યા છે. કોવિડના આ બીજી લહેરમાં લોકો ભલે ડરી ગયા છે. પરંતુ ઓક્ટોબર સુધીમાં ત્રીજી લહેર ખૂબ ઘાતક હોય શકે છે. ઓક્ટોબર માસમાં ત્રીજી લહેર જોવા મળી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. જો વાઈરસ મ્યુટેશન સાથે આવે તો વધુ ઘાતક બની શકે છે. જોકે મૃત્યુઆંક ઘટી શકે છે. આપણી પાસે વ્યવસ્થા સારી થઈ ગઈ છે. અન્ય મેડિકલ સંસાધનો પણ ઉપલબ્ધ થઇ રહ્યા છે. જીવન રક્ષક ઇન્જેક્શનો પણ પૂરતા પ્રમાણમાં મળી શકશે. વ્યક્તિને વેક્સિનેશની પ્રક્રિયા પણ ખૂબ સારી રીતે ચાલી રહી છે. ત્રીજી લહેર બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે ખૂબ જ ઘાતક પુરવાર થઈ શકે છે. કારણ કે વેક્સિનેશન અઢાર વર્ષની ઉપરના વ્યક્તિઓ માટે જ કરવામાં આવી રહ્યું છે. જે કોરોના સામેની લડાઈમાં સૌથી મહત્વનું પરિવાર છે પરંતુ બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી નથી. તેથી ત્રીજી લહેરમાં એમના માટે આ સૌથી જોખમી પુરવાર થઈ શકે છે. કોરોના સંક્રમણની ત્રીજી લહેર પણ આવી શકે છે પરંતુ આપણે તેના માટે વિશેષ તૈયારી એટલી જ કરવાની છે કે માનસિક રીતે કોરોના સંક્રમણની અત્યારની જે ગાઈડલાઈન્સ છે તેનું ચુસ્તપણે પાલન કરવું અનિવાર્ય છે. જેટલું વેક્સિનેશન વધુ થશે એટલું કોરોના સંક્રમણ ઘટતું રહેશે. જો કોરોના સંક્રમણનો ત્રીજો તબક્કો આવે તો પણ વેક્સિનેશન વડે આપણે તેને ડામી દેવામાં સફળ થઈશું. માટે દરેક વ્યક્તિએ ઝડપથી વેક્સિનેશન કરાવવા માટે આગળ આવવું જોઇએ તે આપણા સુરક્ષિત રહેવા માટેનો સૌથી સારો વિકલ્પ છે.

Coronavirus COVID-19 medical test vaccine research and development concept. Scientist in laboratory study and analyze scientific sample of Coronavirus antibody to produce drug treatment for COVID-19.