દેશના કે શહેરના રસ્તાઓ પર આ પશુને દેશમાં વિલુપ્ત થઈ રહેલા જાનવરોની યાદીમાં શામેલ કરવામાં આવ્યા છે, આ શાંત અને માસૂમ જાનવરની સંખ્યા ઓછી થવાનું કારણ તેમને મારવામાં આવી રહ્યા છે તેવું કારણ સામે આવી રહ્યા છે. કેટલીક રિપોર્ટસ મુજબ કેટલાક લોકો એવું માની રહ્યા છે કે આ જાનવરનું માંસ ખાવાથી તેમના સ્વાસ્થ્યમાં લાભ થશે. જ્યારે બીજી તરફ ફૂડ સેફ્ટી ઓથોરિટી ઓફ ઈન્ડિયા(FSSAI)ના અનુસાર ગદર્ભને ભોજન તરીકે ઉપયોગ ના કરી શકાય સાથે સાથે તેમને મારવા પણ ગેરકાયદેસર છે. આંધ્રપ્રદેશમાં આ મામલાને લઈને તપાસ ચાલી રહી છે.આંધ્ર પ્રદેશમાં ગદર્ભનું માંસનો વપરાશ થઈ રહ્યો છે, ત્યારે આ મામલાને લઈને તપાસ થઈ રહી છે. કેટલા લોકો એવી મિથ્યાને માને છે કે આ જાનવરનું માંસ ખાવાથી કમરદર્દ અને અસ્થમામાં આરામ મળી શકે છે, સાથે સાથે યૌન શક્તિ પણ વધે છે. જાનવરો માટે કાર્યરતે જણાવ્યું કે ગદર્ભનું માંસ સૌથી વધારે પ્રકાસમ, કૃષ્ણા, પશ્ચિમી ગોદાવરી અને ગુંટુર જિલ્લામાં વપરાય છે. તેમણે જણાવ્યું છે કે દર ગુરુવાર અને રવિવારે માંસનું વેચાણ અને સેલ થાય છે, જ્યાં શિક્ષિત લોકો પણ ખરીદીમાં જોવા મળે છે. માનવામાં આવી રહ્યું છે કે આવી સ્થિતિ પર ઓછામાં ઓછા 100 ગર્દભને મારવામાં આવે છે. તેમણે એ પણ જાણકારી આપી છે કે આ વ્યપારમાં શામેલ લોકો ગદર્ભને કર્ણાટકા, તામિલનાડું અને મહારાષ્ટ્રથી મંગાવી રહ્યા છે. અને આ ગેરકાયદેસર વેપારને લઈને ઘણા પશુ પ્રેમીઓએ આ મામલે કેસ દાખલ કર્યો છે. સાથે સાથે ગદર્ભને લઈને અન્ય રાજ્યોથી થઈ રહેલા ટ્રાન્સપોર્ટેશન પર પણ તપાસ સઘન કરવામાં આવી છે. સુરુબુથાલે જાણકારી આપી હતી કે ગદર્ભનું માંસ 600 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યું છે.