કોરોના વાયરસની બીજી લહેર ખૂબ જ ઘાતક નીવડી છે. જેને પગલે કેન્દ્રીય આરોગ્ય સચિવાલયના લવ અગ્રવાલે કહ્યું કે, કોરોનાથી થનારા મોતમાં વધારો થયો છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, દિલ્હી અને હરિયાણામાં વધુ મૃત્યુના કેસો નોંધાયા છે. બેંગલુરુમાં છેલ્લા એક સપ્તાહમાં લગભગ 1.49 લાખ કેસ નોંધાયા છે. ચેન્નઇમાં 38 હજાર કોરોના નવા કેસ નોંધાયા છે. કેન્દ્રના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર વિજયરાઘવાને કહ્યું કે કોરોના વૈક્સીન વર્તમાન વૈશ્વિક વર્તમાન વેરિયન્ટની વિરુદ્ધ પ્રભાવી છે. ભારતમાં નવા વેરિયન્ટ પેદા થશે પરંતુ ટ્રાન્સમિશનને વધારનારા વેરિયન્ટમાં ઘટાડો થવાની સંભાવના છે. કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે. વિજય રાઘવને કોરોનાની ત્રીજી લહેરની ચેતવણી આપી છે. તેઓએ કહ્યુ છે કે કોરોનાની આ લહેર ક્યારે આવશે. કેટલી આવશે અને કેટલી અસર કરશે તે કહેવુ મુશ્કેલ છે પરંતુ તે માટે તૈયાર રહેવું પડશે. કે. વિજય રાઘવને કહ્યુ છે કે કોરોનાના નવા વેરિએન્ટ સામે આવ્યા છે. અને તેણે સંક્રમણની ઝડપ વધારી દીધું છે. કોરોનાના નવા સ્ટ્રેનને પહોંચી વળવા માટે વેક્સિનને પણ અપડેટ કરવાની જરૂર પડશે તેમ સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારે કહ્યું છે. વૈજ્ઞાનિક રાઘવનના મતે અત્યારે જે રસી આપવામાં આવે છે તે વર્તમાન વૈરિએન્ટ સામે સફળ છે. જોકે, ભારત સહિત દુનિયાભરમાં કોરોનાના નવા વૈરિએન્ટ સામે આવશે.. તમામ વૈજ્ઞાનિકો આ અલગ અલગ પ્રકારના વેરિયન્ટનો મુકાબલો કરવાની તૈયારી કરી રહ્યા છે..