ભારતમાં કોરોના મહામારીના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતમાં બીજી લહેરે તબાહી બોલાવી છે ત્યારે સતત નવા અભ્યાસો બહાર આવી રહ્યા છે. ભારતમાં એક્ટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અમેરિકન સંસ્થાએ પણ ભારતમાં કોરોના સંક્રમણ પર રિસર્ચ રજૂ કર્યું છે. અમેરિકાની ગ્લોબલ હેલ્થ રિસર્ચ સંસ્થાએ કરેલા રિસર્ચના અનુમાનમાં ચોંકાવનારા આંક સામે આવ્યા છે. હાલની સ્થિતિએ જો ભારતમાં કોરોના વકરતો રહેશે તો 1 ઓગસ્ટ 2021 સુધી 10 લાખ લોકોના થઈ શકવાનું અનુમાન લગાવ્યું છે.ભારતમાં કોરોના સંક્રમણના કેસ 7 ઓગસ્ટ સુધીમાં 20 લાખનો આંકડો પાર કરી ગયા હતા. ત્યાં અમેરિકા સ્થિત શીર્ષ ગ્લોબલ હેલ્થ રિસર્ચ સંસ્થાએ અનુમાનિત જાહેર કર્યું છે કે જો ભારતમાં કડક પગલાં ભરવામાં નહીં આવે તો 1 ઓગસ્ટ 2021 સુધીમાં ભારતમાં 10 લાખથી વધારે લોકોના કોરોનાથી મોત થઈ શકે છે. જો કે આ પહેલા સંસ્થાએ આ તારીખ સુધી 9.60 લાખ મોતનું અનુમાન લગાવ્યું છે. કોરોના મહામારીના ઉપલબ્ધ આંક મુજબ એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા વધીને 34,47,133 થઈ ગઈ છે. જે સંક્રમણના કુલ કેસોમાં 17 ટકા છે. કોવિડ -19 થી સાજા થનારાનો દર 81.91% છે. આંકડાઓ મુજબ આ બીમારીથી સાજા થનારાઓની સંખ્યા 1,66,13,292 પર પહોંચી છે, જ્યારે મૃત્યુ દર 1.10% છે.આ પછીથી સંક્રમણના કેસ મામલે 23 ઓગસ્ટના 30 લાખ, પાંચ સપ્ટેમ્બરમાં 40 લાખ અને 16 સપ્ટેમ્બરે 50 લાખની પાર થયા હતા. વૈશ્વિક મહામારીના 28 સપ્ટેમ્બરે 60 લાખ, 11 ઓક્ટોબરે 70 લાખ, 29 ઑઓક્ટોબરે 80 લાખ, 20 નવેમ્બરે 90 લાખ અને 19 ડિસેમ્બરે એક કરોડનો આંકડો પાર થયો હતો. ભારતમાં મહામારીના મામલે 19 એપ્રિલે 1.50 કરોડને પાર થયા હતા. જ્યારે માત્ર 50 લાખ કેસ વધવામાં ફક્ત 15 દિવસનો જ સમય લાગ્યો છે.
