દેશ સહિત ગુજરાત માં કોરોના ની મહામારી ફેલાઈ છે એમાંય મહારાષ્ટ્રમાં કોરોના ના સૌથી વધુ કેસો નોંધાઇ રહ્યા છે ત્યારે નાસિક હોસ્પિટલ ખાતે પણ છેલ્લા 5 મહિના થી કારોના ગ્રત લોકો ની સારવાર કરી રહેલી મૂળ નવસારી જિલ્લા ના ખેરગામ ની વતની ડો.પૃથ્વી જોશી નાસિક માં MBSS નો અભ્યાસ પૂર્ણ કરી માદરે વતન ખેરગામ આવ્યા ત્યારે અહીં નવસારી,વલસાડ જિલ્લા માં કોરોના ની મહામારી જોયા બાદ વતન માં કોરોના ના દર્દીઓ ની સારવાર કરવા મનોમન નક્કી કરી વલસાડ સિવિલ માં સંપર્ક કરી જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી સેવા માં જોડાનાર છે ત્યારે કોરોના મહામારી માં પણ સેવા ની ઉમદા ભાવના જોઈ સમગ્ર બ્રહ્મ સમાજ અને ગ્રામજનો માં ગૌરવ ની લાગણી ફેલાઇ છે.
નવસારી વલસાડ જેવા વિસ્તાર માં કારોના વિકરાળ સ્વરૂપ લઇ રહ્યો છે આવા વિકટ સંજોગોમાં માં દેશ માટે કઈ કરી છૂટવા ની નેમ ધરાવતી ડો.પૃથ્વી
ખેરગામ ના વસ્તુશાસ્ત્રી એવાયોગેશ ભાઈ જોષી ની પુત્રી છે જે હાલ ફેબ્રુઆરી 2021 માં જ એમબીબીએસ નો અભ્યાસ નાસિક ખાતે પુર્ણ કરી નાસિક હોસ્પિટલ ખાતે પણ 5 મહિના કારોના ગ્રત લોકો ની સારવાર કરી હતી
દેશ ને હાલ ડૉકટરો ની વધુ ને વધુ જરૂર છે ત્યારે વલસાડ સિવિલ માં પણ સ્ટાફ ની અછત હોય સિવિલ માં લેખિત માં જરૂરી પ્રોટોકોલ પૃર્ણ કરી ને વલસાડ ખાતે સેવા માં જોડાશે.
તેઓ એમબીબીએસ બાદ આગળ વધુ અભ્યાસ માટે પરીક્ષા ની પણ તૈયારી કરવા ની હોવાછતાં પણ દક્ષિણ ગુજરાતમાં સર્જાયેલી કારોના હાડમારી માં સેવા ની ભાવના વ્યક્ત કરતા પરિવાર અને સમાજ તેમજ ગ્રામજનો માં ગર્વ ની લાગણી જોવા મળી રહી છે.
