ભારતમાં કોરોના વાયરસ અતિ ઘાતક કહી શકાય તેવા નવા AP સ્ટ્રેન સાથે આવ્યો છે. જેના કારણે દેશના અન્ય રાજ્યોની સાથે ગુજરાતમાં પણ તેનું જોખમ ઉભું થયું છે. જેથી રાજ્યનો આરોગ્ય વિભાગ પણ ગંભીરતાથી તકેદારીના પગલાં લેવા માટે સક્રિય બની ગયો છે, ખાસ તો આ વાયરસ ગામડામાં પણ ઘૂસી શકે છે. આ વાયરસની ગંભીરતા એવી છે કે અન્ય વાયરસ કરતાં તે 15 ગણું વધારે સંક્રમણ ફેલાવે છે. એટલું જ નહીં આ વાયરસ ની સૌથી વધુ અસર બાળકો અને યુવાનો પર જોવા મળી રહી છે. આરોગ્ય વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે આ સ્ટ્રેન આંધ્રપ્રદેશમાં મળી આવ્યો છે. આ વાયરસનું સંક્રમણ એટલું બઘું ઝડપી છે કે લોકો ત્રણ થી ચાર દિવસમાં બિમાર પડી જાય છે. અગાઉના સ્ટ્રેન કરતાં આ વધુ શક્તિશાળી છે. જેથી હાલ આવા અનેક સ્ટ્રેનની તપાસ કરવામાં આવી રહી છે અને તીવ્રતા ચકાસવામાં આવે છે.ગુજરાત સહિત દેશના રાજ્યોમાં અત્યારે જે સ્ટ્રેન છે તેનાથી સંક્રમણ વધ્યું છે અને હજારોની સંખ્યામાં કેસો સામે આવે છે પરંતુ આ સ્ટ્રેનથી ખૂબ ઝડપથી કેસો વધી શકે છે તેથી રાજ્યએ તકેદારી રાખવાની જરૂર હોવાનું આરોગ્ય વિભાગ ના અધિકારીનું કહેવું છે.અમદાવાદમાં રેકોર્ડ બ્રેક કોરોનાનાં કેસ વધી રહ્યા છે. કોરોનાંથી બચવા માટે અનેક લોકો સારવાર પાછળ દોડી રહ્યા છે. પરંતુ હવે ખૂબ જ ચોંકાવનારી બાબત એ છે કે શહેરમાં હવે નાના બાળકો કોરોનાનાં કારણે સંક્રમિત થઈ રહ્યા છે. જેના લીધે હવે બાળકોના મોત પણ કોરોનાના લીધે થઈ રહ્યા છે.
