ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે પર મોટી દુર્ઘટના સર્જાઈ છે. પીએસી જવાનોથી ભરેલી એક ટ્રક બેકાબૂ થઈને પલ્ટી મારી છે, આ ઘટનામાં ઓછામાં ઓછા 30 ઘાયલ થયા હોવાના સમાચાર છે. બીજી,તરફ 12 જવાનોની હાલત અત્યંત ગંભીર છે.જાણકારીના અનુસાર પીએસી જવાન ગાઝીયાબાદની 47 બટાલીયન જઈ રહી હતી.સ્ટેરયીંગ ફેલ થઈ જવાથી આ દર્દનાક અકસ્માત સર્જાયો છે. ઘાયલ જવાનોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યા છે.
