કોરોનાવાયરસના સમયગાળા દરમિયાન, વિશ્વભરના લોકો દરેક બીમારીને અવગણે છે અને ફક્ત કોવિડ -19 ના લક્ષણો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જ્યારે COVID-19ની બીજી લહેરનો કહેર યથાવત છે. બીજો એક રોગ જે COVID-19 સિવાય લોકો માટે મુશ્કેલી ઉભી કરી રહ્યો છે. તે છે ટાઇફોઇડ. બધા જ નહીં, પરંતુ ટાઇફોઇડના ઘણા લક્ષણો કોરોનાવાયરસ જેવા જ છે અને લોકો ટાઇફોઇડને COVID-19 સમજી રહ્યાં છે. જેઓ સ્વસ્થ નથી, તેમને ટાઇફાઇડ તાવ, પાચન તંત્ર અને બ્લડ સર્ક્યુલેશનમાં બેક્ટેરીયલ સંક્રમણને કારણે થાય છે. ટાઇફોઇડ એ પાણી અને ખોરાક દ્વારા થતો રોગ છે, જેમાં સાલ્મોનેલા ટાઈફી નામના બેક્ટેરિયા દૂષિત પાણી અને ખોરાક દ્વારા શરીરમાં પ્રવેશ કરીને પાચનતંત્રને અસર કરે છે.
ટાઇફોઇડ એટલે શું?
ટાઇફોઇડ એ બેક્ટેરિયલ રોગ છે જે વાસી ખોરાક ખાવાથી અથવા દૂષિત પાણી પીવાથી થાય છે. સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયા પાણી અને ખોરાક દ્વારા શરીરમાં પ્રવેશ કરી શકે છે અને આપણા શરીરની પાચન શક્તિને અસર કરે છે. ટાઇફાઇડ પેદા કરતા બેક્ટેરિયા પાણી અથવા શુષ્ક સપાટી પર એક અઠવાડિયા સુધી જીવંત રહે છે અને તેઓ જેની સાથે સંપર્કમાં આવે છે તેને ચેપ લગાડે છે.
લક્ષણો
- નબળાઇ લાગવી
- ભૂખ ઓછી થવી
- માથાનો દુખાવો
- શરીરનો દુખાવો
- શરદી અને તાવ
- સુસ્તી
- લૂઝ મોશન
- પાચન તંત્રની સમસ્યા
- 102 ° સે થી 104 ° સે તાવ
જો તમારા શરીરમાં આ બધા લક્ષણો દેખાઇ રહ્યા છે, તો પછી પ્રથમ તમારો કોવિડ -19 નો ટેસ્ટ કરાવો અને જો ટેસ્ટ નેગેટિવ આવે છે, તો જલદીથી તમારા ડોક્ટરની સલાહ લો અને ટાઇફોઇડ માટેની દવા શરૂ કરો.
આ સાવચેતી રાખજો
- સ્વચ્છતાનું ધ્યાન રાખો
- ગરમ પાણી અને સાબુથી હાથ ધોઈ લો
- ગરમ પાણી પીવો
- કાચી વસ્તુઓ ન ખાઓ
- ખોરાકને સારી રીતે રાંધો, કાચો ખોરાક ખાવાનું ટાળો
- લોકોથી દૂર રહો જેથી ચેપ ફેલાવાનું જોખમ ઓછું થઈ જાય.
- અન્ય સાથે ખોરાક વહેંચશો નહીં
- માખણ, પેસ્ટ્રી, ઘી, તળેલા ખોરાક અને મીઠાઈઓ ખાવાનું ટાળો.
- માંસ, માછલી અને મટન ખાવાનું ટાળો
- દારૂ અથવા સિગારેટનું સેવન ન કરો