સમગ્ર દેશમાં કોરોનાનો હાહાકાર મચી ગયો છે એવી સ્થિતિમાં કોરોનાના મોતની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. AIIMS નવી દિલ્હીમાં કોરોનાથી અંડરવર્લ્ડ ડૉન અને ગેંગસ્ટર છોટા રાજનનું મોત થયું હોવાના દેશભરમાં અહેવાલો ચાલ્યા હતા. જો કે, આ મામલે AIIMS એ મોટો ખુલાસો કરી સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, ‘અંડરવર્લ્ડ ડૉન છોટા રાજન હજુ જીવિત છે, હાલમાં કોરોનાની સારવાર માટે તેને AIIMS માં દાખલ કરવામાં આવ્યો છે અને હાલમાં તેની સારવાર ચાલી રહી છે. આ પહેલાં પણ રામાયણમાં રાવણની ભૂમિકા ભજવનાર રાવણના મોતની અફવા પણ વાયરલ થઈ હતી.તમને જણાવી દઇએ કે, છોટા રાજન પર અપહરણ અને હત્યા સહિત ઘણાં મામલાઓ 70થી વધુ કેસો દાખલ છે. તેણે મુંબઈના એક સિનિયર પત્રકાર જ્યોતિર્મય ડેની હત્યામાં દોષી કરાર આપીને આજીવન કેદની સજા સંભળાવી હતી, જો કે ગત દિવસમાં હનીફ કડાવાળાની હત્યાના કેસમાં વિશેષ સીબીઆઈ કોર્ટે નિર્દોષ જાહેર કર્યો હતો. મુંબઈમાં 1993માં થયેલા સીરીયલ બ્લાસ્ટમાં પણ છોટા રાજન આરોપી છે.
