દુનિયામાં એવા ઘણા અજીબોગરીબ પ્રાણીઓ છે, જેના વિશે જાણ્યા પછી ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. વિવિધ દેશોમાં વિવિધ પ્રકારના પ્રાણીઓ હોય છે, પરંતુ કોઈના વિશે આપણને જાણકારી હોય છે તો કોઈના વિશે નહીં. ભારતના જંગલમાં પણ એક એવું પ્રાણી જોવા મળ્યું છે, જેના વિશે દરેક અજાણ છે. અત્યારે ટ્વિટર પર તેની તસવીર વાઈરલ થઈ રહી છે.IFS અધિકારી સુશાંત નંદાએ પોતાના સત્તાવાર ટ્વિટર અકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે અને કેપ્શનમાં લખ્યું કે, ‘ઓરિસ્સાના જંગલમાં આ પ્રાણી જોવા મળ્યું છે તેની ઓળખ કરો?’ તસીવર જોયા બાદ તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો કે આખરે આ પ્રાણી કેવું છે, જે ન તો ચીત્તો છે અને ન તો બિલાડી. પરંતુ બંનેથી મળતું આવતું દેખાઈ રહ્યું છે. ખાસ વાત એ છે કે, તે ભારતના જંગલમાં જોવા મળ્યું છે.જંગલી પ્રાણી વિશે સુશાંત નંદાએ બાદમાં એક ટ્વીટ પણ કરી. તેમણે પોતાની ટ્વીટમાં જાણકારી આપી કે આ એક લેપર્ડ કેટ છે.
