વધી રહેલા કોરોના સંક્રમણના કારણે ઉત્તર પ્રદેશ સરકાર મોટો નિર્ણય લીધો છે. સંક્રમણને કન્ટ્રોલ કરવા માટે હજુ પણ બાળકોનો અભ્યાસ ઓનલાઇન જ ચાલશે. એવામાં બેઝિક શિક્ષણ વિભાગે શેડ્યૂલ પણ નક્કી કર્યું છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે બેઝિક શિક્ષણ માટે 20 મે અને માધ્યમિક શિક્ષણ માટે 15 મે સુધી અભ્યાસ કરાવવાનું બંધ કર્યું છે.જુલાઈમાં ફરી ક્લાસ શરૂ કરવાની વાત કહેવામાં આવી રહી છે. પરંતુ કોરોનાની ચિંતાજનક સ્થિતિને જોતા નિર્ણય લેવામાં આવ્યો છે કે જ્યા સુધી કેસ કન્ટ્રોલમાં નહીં આવે, ત્યાં સુધી ક્લાસ ઓનલાઇન જ ચાલશે. આ વચ્ચે બોર્ડની પરીક્ષાઓને લઇ અત્યાર સુધી કોઈ અંતિમ નિર્ણય નથી લઇ શકાયો. ગત આદેશ મુજબ 20 મે સુધી હાઈસ્કૂલ અને ઇન્ટરમીડિએટની પરીક્ષાઓ સ્થગિત છે.
