ગયા વર્ષ સુધી આપણે વિચારતા હતા કે થોડા સમય પછી કોરોના જતો રહેશે.. અને ફરી બધુ સામાન્ય થઈ જશે. પરંતુ આ વિચારસરણી ચોક્કસપણે ખોટી સાબિત થઈ છે. ફ્લૂની જેમ, SARS-CoV-2 પણ મનુષ્યનો કાયમી દુશ્મન બની શકે છે. SARS-CoV-2 ફ્લુ કરતા ઘણો ખતરનાક સાબિત થઈ શકે છે.. અને જો કોરોના ધીરે ધીરે કાયમી સમાપ્ત પણ થઈ જશે તો પણ ત્યાં સુધીમાં આપણું જીવન અને રહેણીકરણી સંપૂર્ણપણે બદલાઈ ગઈ હશે. સામાન્ય રીતે જયારે લોકોમાં હર્ડ ઇમ્યુનીટી પેદા થઈ જાય છે ત્યારે મહામારીમાંથી મુક્તિ મળી જાય છે.. કારણકે તેમાના મોટા ભાગના લોકોમાં રોગ થયા બાદ અથવા વેક્સીન લેવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થઈ જાય છે.. અને રોગપ્રતિકારક શક્તિ વધવાથી તે બીમારી વધુ ફેલાવાની શક્યતા નહિવત થઈ જાય છે.. દુનિયાભરમાં દરેક રોગ રસીકરણ બાદ ખતમ થઈ જાય છે તેવું જોવા મળે છે..
પરંતુ કોરોના કેસમાં તાજેતરના વિકાસ સૂચવે છે કે કોવિડ -19 સામે લડવા માટે આપણે ક્યારેય હર્ડ ઈમમુનિટી નહીં મેળવી શકીએ. અમેરિકામાં પણ, જ્યાં સૌથી વધુ કેસ નોંધાયા છે અને બીજા દેશોમાં પણ જ્યાં ઝડપી વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે ત્યાં પણ હજી સુધી હર્ડ ઈમમુનિટી મેળવવી શકય નથી થઇ.. યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનના ક્રિસ્ટોફર મૂરે અને લંડન સ્કૂલ ઓફ હાઈજીને એન્ડ ટ્રોપિકલ મેડિસિનના પીટર પિયોતે વિશ્લેષણ દ્વારા આ બાબત જણાવી હતી. બ્લૂમબર્ગના એક લેખ અનુસાર, આનું મુખ્ય કારણ એ છે કે જે નવા વેરિયન્ટ્સ મળી રહ્યાં છે, તેના લક્ષણો એક નવા જ વાયરસ જેવા છે. દક્ષિણ આફ્રિકાના એક જૂથ પર ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન જાણવા મળ્યું હતું કે જેમને પહેલા કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો પરંતુ બાદમાં તેમનામાં નવા મ્યુટન્ટ્સ સામે લડવા માટે રોગપ્રતિકારક શક્તિનો વિકાસ થયો ન હતો અને ફરીથી ચેપ લાગ્યો હતો. બ્રાઝિલના પણ કેટલાક ભાગોમાં આજ પ્રકારના અહેવાલો મળ્યા હતા જ્યાં કોરોના ફરીથી ફાટી નીકળ્યો હતો અને બાદમાં તેમણે ફરીથી આ રોગચાળાનો સામનો કરવો પડ્યો હતો.
માટે હાલની મહામારીથી બચવા માટે રસીકરણ એક જ વિકલ્પ છે. અમુક વેક્સીન કોવિડ -19 ના નવા વરિએન્ટ સામે લડવામાં પણ સક્ષમ છે પરંતુ થોડા સમય પછી તે પણ સંપૂર્ણ રીતે અસરકારક રહેશે નહીં. રસી ઉત્પાદકો પહેલેથી જ નવી રસી તૈયાર કરવા પર કામ કરી રહ્યા છે. ખાસ કરીને, પહેલા પણ કહેવામાં આવ્યું છે કે mRNA તકનીકના આધારે કોરોના રસીની ઇતિહાસની કોઈ પણ રસી સાથે તુલના કરી શકાય છે અને તેને ઝડપથી અપડેટ કરી શકાય છે. પરંતુ સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ હજી પણ રસી બનાવવાની, મોકલવાની, વિતરણ કરવાની ખુબ જરૂર છે.