કોરોનાથી મરનારા લોકોના આંકડામાં ભલે ગમે તેટલો ફેરફાર કરવામાં આવે પરંતુ બક્સરના ચૌસા માં મહાદેવઘાટ પર પાણીમાં વહીને આવતી લાશોના ઢગલાએ વ્યક્ત કરી દીધું છે કે આ મહામારી કેટલી ભયંકર છે. હવે જ્યારે બક્સરના ચૌસામાં મહાદેવ ઘાટ પર નદી કિનારે વહીને જે લાશો આવી રહી છે તેને માણસાઈને શર્મશાર કરી દેતા તેના પર રાજનીતિ રમાઈ રહી છે. જિલ્લા પ્રશાસને આ મામલે કહ્યું કે આ બિહાર કે બક્સરની નથી પરંતુ ઉત્તર પ્રદેશની લાશો છે. જે અહીં પાણી સાથે વહીને આવી રહી છે. મહાદેવ ઘાટમાં કિનારે લાશોનો ઢગલાનો ફોટો તમને વિચલિત કરી શકે છે. એવું લાગે છે જાણે કે શબોના ઢગથી મહાદેવ ઘાટ આખો ઢંકાઈ ગયો હોય. જો કે, જેવી આ ઘટનાનો વીડિયો સામે આવ્યો કે જિલ્લા પ્રશાસનના કાન ઊંચા થઈ ગયા. અને લાશના ઢગલા ઉપર ગોળમગોળ જવાબ આપવાનો સિલસિલો ચાલુ થઈ ગયો. ચૌસાના બીડીઓ અશોકકુમારે જણાવ્યું કે ઓછામાં ઓછી 40થી 50 લાશો હશે જે અલગ અલગ જગ્યાએથી વહીને મહાદેવઘાટ પર આવી ગઈ છે. જો કે આ ઘટનાના બીજા હિસ્સાને જોઈએ તો કોરોનાએ બક્સર સહિતના અન્ય જિલ્લાઓમાં તબાહી મચાવી રાખી છે. મહામારીના કારણે સ્થાનિય નિવાસી નરેન્દ્રકુમારે જણાવ્યું કે, ચૌસા ઘાટની સ્થિતિ ખૂબજ દયનીય છે. કોરોના મહામારીને કારણે અહીં દરરોજ 100થી 200 લોકો આવે છે. લાકડાની વ્યવસ્થા ન હોવાને કારણે લોકો લાશને ગંગામાં જ વહાવી દે છે. જેના કારણે કોરોના સંક્રમણ ફેલાવાનો ડર વધી ગયો છે. સ્થાનિય લોકો મુજબ પ્રશાસને અહીં કોઈ વ્યવસ્થા કરી નથી.
