કોરોનાને કારણે અત્યાર સુધી રેલવે મંત્રાલયના લગભગ 1952 લોકોના મોત થઈ ચૂક્યા છે. ગત વર્ષથી લઈને અત્યાર સુધી લગભઘ 1 લાખ કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. રેલવે મંત્રાલય અનુસાર બીમાર થયેલા કર્મચારીઓમાંથી લગભગ 98 ટકા સાજા થઈને ફરીથી કામ પર પરત ફરી ચૂક્યા છે. રેલવે હોસ્પિટલોમાં કોરોના દર્દીઓ માટે લગભગ 4 હજાર બેડ ઉપલબ્ધછે. એમાં રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારજનો પણ ભરતી થયી શકે છે.રેલવે મંત્રાલય અનુસાર અત્યાર સુધી છેલ્લા 14 મહિનામાં લગભગ રેલવેના 1 લાખ કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી ચૂકયા છે. રોજના લગભગ 1 હજાર જેટલા કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. અને 2થી 3 સપ્તાહમાં ઠીક થઈને પાછા ડ્યૂટી જોઈન કરી રહ્યા છે. રેલવે મંત્રાલય મુજબ સાજા થનારાનો દર 98થી 99 ટકા સુધી છે. જ્યારે ગત વર્ષથી અત્યાર સુધી કોરોનાના કારણે 1952 રેલવે કર્મચારીઓના મોત થયા છે. રેલવે હોસ્પિટલોમાં કોરોના દર્દીઓ માટે સતત બેડ વધારી રહ્યા છે.રેલવે મંત્રાલયના હાલના સમયમાં 8 રાજ્યોમાં ઓક્સિજન એક્સપ્રેસનું સંચાલન રેલવે દ્વારા કરાઈ રહ્યું છે. એમાં મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ, હરિયાણા, તેલંગાણા, રાજસ્થાન, દિલ્હી, ઉત્તરપ્રદેશ શામેલ છે. મંત્રાલય મુજબ જે જે રાજ્યોમાંથી માગ આવી રહી છે.
