કોરોના મહામારીની બીજી લહેરે દેશભરમાં ભારે કહેર વરસાવ્યો છે. મહારાષ્ટ્રનાં પુણેમાં પણ લોકડાઉનને કારણે બેરોજગારીથી કંટાળી ગયેલા વ્યક્તિએ પહેલા પોતાની પત્ની અને નિર્દોષ બાળકની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી હતી. ત્યારપછી પોતે પણ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ ઘટના પુણેનાં લોની કલાભોર વિસ્તારની છે. રવિવારની સાંજે ત્રણેય એક જ ઘરમાં મૃત મળ્યા હતા. લોની કાલભોર પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, હનુમંત શિંદે (38 વર્ષ) લોકડાઉનને કારણે છેલ્લા કેટલાય મહિનાઓ થી બેરોજગાર હતો. લોકડાઉનને કારણે એનાં પરિવારને ખાવાનાં પણ ફાંફાં પડી ગયા હતા. તેથીજ પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે કે રવિવારે એણે પહેલા પોતાની પત્ની પ્રજ્ઞા (28 વર્ષ) અને પુત્ર શિવતેજની (1 વર્ષ) હત્યા કરી કરી અને ત્યારપછી પોતે એક રૂમમાં જઈને ગળે ફાંસો ખાઈ લીધો હતો. શિંદે પરિવાર મૂળ સોલાપુર વિસ્તારમાં રહેતો હતો, પરંતુ નોકરી કરવાની બાબતે તેઓ ગત વર્ષે અહીંયાનાં કદમવાદમાં રહેવા માટે આવ્યા હતા. પોલીસે ત્રણ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દીધા છે.
