કોરોના સંક્રમણમાં જે બાળકોએ પોતાના માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે, એવા બાળકોનું ધ્યાન હવે શિવરાજ સરકાર રાખશે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મોટો નિર્ણય લેતા કોરોના સંક્રમણમાં નિરાધાર બનેલા બાળકોના જીવન નિર્વાહની જવાબદારી ઉઠાવવાનું એલાન કર્યુ છે. સીએમ શિવારાજે મોટો નિર્ણય લેતા કહ્યું કે કોરોના વાયરસમાં નિરાધાર બનેલા બાળકોનો સહારો હવે સરકાર બનશે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે જે માસૂમોના માથા પર માતા-પિતાની છત્રછાયા નથી રહી તેમની જવાબદારી હવે સરકાર ઉઠાવશે. આવા પરિવારોને દર મહિને 5000 રૂપિયાનું પેન્શન આપવામાં આવશે, જેમના ઘરમાં કોઇ કમાનાર નથી. જે બાળકોના માતા-પિતાનું કોરોના મહામારીમાં નિધન થયું છે, તે બાળકોના મફત શિક્ષણની વ્યવસ્થા પણ સરકાર કરશે.
સીએમ શિવરાજે જાહેરાત કરી છે કે આવા તમામ પરિવારોને મફત રાશન પણ આપવામાં આવશે. જો કોઈ પરિવાર સરકારની યોજના હેઠળ પાત્રતાની સૂચિમાં સામેલ નથી, તો આવા પરિવારોને પણ મફત રાશન આપવામાં આવશે. તે જ સમયે, સરકારે નિર્ણય લીધો છે કે જે દિકરીઓના પરિવાર કોરોનાથી પ્રભાવિત છે, સરકાર તેને પોતાની ગેરંટી પર વ્યાજ વિના લોન આપશે. જેથી તે પોતાનો વ્યવસાય શરૂ કરી શકે. હકીકતમાં, રાજ્યમાં આવા ઘણા કિસ્સા સામે આવ્યા છે. જેમાં કોરોના મહામારીએ હસતા રમતા પરિવારોને વેરવિખેર કરી દીધા છે. કોરોનાએ કેટલાક નિર્દોષ લોકોના માથામાંથી માતાપિતાની છાયા પણ ઝૂંટવી લીધી છે. આવી સ્થિતિમાં, જીવનમાં આગળ વધવા માટે, સરકારે આવા બાળકોનો સહારો બનવા માટે મોટા પગલાં ભરવાની પહેલ કરી છે. ભારતમાં 24 કલાકમાં 3.62 લાખથી વધારે કેસ નોંધાયા છે. જ્યારે 4126 લોકોના મોત થયા છે. જો કે કાલની મોતની સરખામણીમાં આજે મોતના આંકડા થોડા ઓછા છે. પણ નવા કેસમાં વધારો નોંધાયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર દેશમાં 24કલાકમાં 362,406 નવા કેસ મળ્યા છે. 4,126 લોકોના મોત થયા છે. 3704099થી વધારે એક્ટિવ કેસ છે. ત્યારે અત્યાર સુધીમાં 19382642 લોકો સાજા થયા છે. ભારતમાં થઈ રહેલી મોતે અમેરિકા અને બ્રાઝિલને પાછળ છોડ્યું છે.