ગુજરાતમાં દૈનિક કેસોમાં ઘણી વખત વધારો થઈ રહ્યો છે, ત્યારે આંશિક ઘટાડો થઈ રહ્યો છે. બીજી તરફ હવે આ ઘાતક કોરોના વાયરસ શહેરમાંથી હવે ગ્રામ્ય વિસ્તાર તરફ વકર્યો છે. હાલમાં ગામડાઓમાં પણ પરિસ્થિતિ વધુ ભયાનક બની છે. ત્યારે રાજ્ય સરકારે ગામડામાં સંક્રમણ ઘટે તે માટે કોવિડ કેર સેન્ટરની સાથે સાથે રસીકરણનું અભિયાન ચાલાવવામાં આવ્યું છે. પરંતુ ગુજરાતના એક નાના ગામે સરકારની તમામ પોલ ખોલી નાખી છે. ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લામાં આવેલા ગોંડલ તાલુકાના અનીડા ગામમાં રસીકરણની ભારે અછત સર્જાતા સરપંચે સરકારને સણસણતો સવાલ કર્યો છે અને એક પત્ર પણ લખ્યો છે. જેમાં લખ્યું છે કે કોરોના વાયરસની મહામારીથી બચવા માટે ગ્રામ્ય વિસ્તારમાં રસીકરણ કરવું એ મહત્વનું છે. ત્યારે અમારા અનીડા ગ્રામ્ય વિસ્તારમાં બીજા ડોઝમાં અંદાજીત 350 જેટલા બાકી છે. તેમ છત્તાં પુરતી માત્રામાં જરૂરિયાત પૂર્ણ થઈ રહી નથી, 350ની સામે 30 ડોઝ આવે છે રસીકરણ કઈ રીતે કરવું તે પમ પ્રશ્ન છે. બીજી તરફ સરપંચ તરીકે ગ્રામજનોના રસીકરણ અંગે જવાબ આપી શક્તા નથી.