મહારાષ્ટ્ર માં હાલ કોરોના ખુબજ મોટાપાયે વકરતા હવે મુંબઈ નજીક વલસાડ,વાપી,દમણ,ઉમરગામ તરફ વિવિધ સિરિયલો ના શુટિંગ માટે યુનિટ ની ટીમો આવી રહી હોવાના અહેવાલો વચ્ચે વલસાડના ચણવાઇ વિસ્તારમાં આવેલા મંગલ મેડોસ સોસાયટીમાં સબ ટીવીની કાંટેલાલ એન્ડ સન્સ સીરિયલના કલાકારો છેલ્લા 20 દિવસથી ટીવી સિરિયલ નું શુટિંગ કરતા કોરોના ફેલાવાના ડર વચ્ચે સ્થાનિક લોકો એ હોબાળો મચાવી પોલીસ ને જાણ કરતા ભારે ચકચાર મચી હતી. સ્થાનિક લોકો નું કહેવું છે કે સ્થાનિક વહીવટી તંત્રની કોઈપણ જાતની પરવાનગી લીધા વગર શૂટિંગની ટીમમાં 200થી વધુ માણસો અહીં રાત દિવસ કામ કરી રહયા હોઈ કોરોના નું જોખમ વધ્યુ છે.
આ શૂટિંગમાં સ્પોટ બોય અને અન્ય ક્રુ મેમ્બર અને કલાકારો મળી 100 વધુ લોકો કામ કરી રહ્યા છે. આથી શૂટિંગના સ્થળે ભીડ પણ જામતી હોય છે. આથી કોરોના નું સંક્રમણ ફેલાવાની શક્યતા જોતા સ્થાનિક લોકોએ શૂટિંગ નો વિરોધ કરી પોલીસ ને જાણ કરી શુટિંગ અટકાવી દીધું હતું.
કેમકે સોસાયટીમાં રહેતા અન્ય લોકોની કોઈપણ જાતની સહમતી સંમતિ કે પરવાનગી લીધા વિના જ અહીંયા સિરિયલનું શૂટિંગ ચાલુ કરી દેવામાં આવ્યું હોવાના લોકોએ આક્ષેપ કરતા મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો.